www.gujaratindia.com - Official Portal of Gujarat Government

સમગ્ર
ગુજરાત વિષે

મુખપૃષ્ઠસમગ્ર ગુજરાત વિષેગુજરાત પ્રવાસનએડવેન્ચર સ્પૉર્ટ્સ

એડવેન્ચર સ્પૉર્ટ્સ

ગુજરાત વિશ્વમાં સાહસિક રમત ક્ષેત્રે જાણીતું છે. ગ્રામ અને શહેરી વિકાસને વેગ મળે તે હેતુથી સાહસિક રમતને પ્રોત્‍સાહન આપવાના રાજ્ય સરકારેના અભિગમથી ગુજરાતમાં સાહસિક રમત માટે રણથી માંડીને દરિયા કિનારા, પર્વતો, ગામથી માંડી શહેરમાં રમતો માટેની યોગ્‍ય સુવિધા ઊભી કરી છે. જે ગુજરાતના સમૃદ્ધ રમતીય પરંપરના પ્રતિક છે.

ગુજરાત ૨૦૦૦ થી વધારે તહેવારો ઉજવે છે. જેવા કે, નવરાત્રી, ઉત્તરાયણ, શરદોત્‍સવ, રણોત્‍સવ, મહાશિવરાત્રીના મેળા, મોઢેરા સૂર્યમંદિર મહોત્‍સવ વગેરે જે પ્રવાસીઓને ખાસ્‍સા આકર્ષિત કરે છે.

ગુજરાત રમતો જેવી કે જળરમતો, પર્વતારોહણ, પેરાગ્‍લાઇડિંગ, વન્‍ય અભ્‍યારણોને પ્રોત્‍સાહન આપે છે. જેમાં રમતો માટે યોગ્‍ય સ્‍વાસ્‍થ્‍ય, સુવિધા પણ ઉપલબ્‍ધ કરાવે છે. વાળી સાહસિક રમત આરોગ્‍ય પ્રવાસન અને ધાર્મિક પ્રવાસનને પણ વેગ આપે છે.


 

અમદાવાદ અને ગાંધીનગર વચ્‍ચે આવેલ ધર્મપુરમાં નર્મદા ડેમની કેનાલ જળરમતની સુવિધા ઊભી કરવામાં આવી છે. જેમાં રોવર બોટસ, સ્‍કુટર બોટસ, જેટ બોટસ તથા જેમાં કાયાકિંગ તથા કાઓઇંગ પણ સામેલ છે. હવાઇ રમતો અને દરિયાઇ રમતો યોજવાની મહત્‍વાકાંક્ષી યોજના રાજ્ય સરકારની છે.

હવાઇ રમતો - સાપુતારા, પાવાગઢ, જુનાગઢ
દરિયા કિનારાની રમતો - એહમદપુરા, માંડવી, ઉભરટ, દ્વારકા, નરગોલ, તિથલ, ચોરવાડ, ધુમ્‍મસ વગેરે
ક્રિકેટ, બિલિયર્ડ, ગોલ્‍ફ, ચેસ, તરણ, હૉકી, ફૂટબૉલ, રોલર સ્‍કેટિંગ જેવી રમતો ગુજરાતમાં શહેરમાં આંતરરાષ્‍ટ્રીય ધોરણે રમાય છે. જૂની રમતો જેવી કે કબ્‍બડી, ખો-ખો વગેરે પણ હજુ રમાય છે.


આધ્‍યાત્‍મિક પ્રવાસન નૈસર્ગિક પ્રવાસન વેપારી પ્રવાસન
હેરિટેજ પ્રવાસનમેડિકલ પ્રવાસનમનોરંજન અને પર્યાવરણ પ્રવાસન
સાંસ્‍કૃતિક પ્રવાસનઆરોગ્‍ય પ્રવાસનગ્રામ્ય અને શહેરી પ્રવાસન
એડવેન્ચર સ્પૉર્ટ્સપ્રસંગ પ્રવાસન

http://www.gswan.gov.in, Gujarat State Wide Area Network Vibrant Gujarat Gujarat Tourism : External website that opens in a new window http://india.gov.in, The National Portal of India https://www.digitalgujarat.gov.in/, Digital Gujarat

gujaratindiagujaratindia