www.gujaratindia.com - Official Portal of Gujarat Government

સમગ્ર
ગુજરાત વિષે

મુખપૃષ્ઠસમગ્ર ગુજરાત વિષેકળા સંસ્‍કૃતિ અને જીવનશૈલીસંસ્‍કૃતિ અને જીવનશૈલી

સંસ્‍કૃતિ અને જીવનશૈલી

સંસ્‍કૃતિથી સમૃદ્ધ ગુજરાત વૈભવશાળી પ્રદેશ છે. ગુજરાત રાજ્ય તેના ભવ્‍ય વારસા, ઉચ્‍ચતમ જીવનશૈલી અને સમૃદ્ધ પરંપરા દ્વારા હડપ્‍પન સંસ્‍કૃતિના ઇતિહાસ વારસો ધરાવે છે. રાજ્યમાં બહુવિધ ધર્મો, જેમાં હિન્‍દુ, ઇસ્‍લામ, જૈન, બુદ્ધ પ્રચલિત છે. ગુજરાતની સંસ્‍કૃતિ તેની કળા, આદર-આતિથ્‍ય શૈલી, પરંપરા, સમાજ, ખૂબીઓ ભાલા-બોલી અને તકનિકી મૂલ્‍યો દ્વારા મૂઠી ઉંચેરું બન્‍યું છે.

ગુજરાત એક પ્રભાવશાળી જીવંત જીવનશૈલી જીવનારી પ્રજા ધરાવે છે. જે પેઢી દર પેઢી તેના સંસ્‍કારોને દ્રઢ કરે છે. અસામાન્‍ય પ્રણાલી સામાન્‍ય માણસના અનુભવ અને સમજણ દ્વારા ગુજરાતની સાંસ્‍કૃતિક પરંપરા અને જીવનશૈલી જોવા મળે છે. હસ્‍તધનૂન દ્વારા અથવા માન-આદર માટે એકબીજા પ્રત્‍યે અહોભાવ જોવા મળે છે.


સામાજીક જીવનની શિક્ષા, ધાર્મિક વ્‍યવહારો અને કળા-કારીગરીના ઉત્તમ અભિગમો દ્વારા ગુજરાત રાજ્યની પ્રજાએ સદભાવ, સમભાવ દ્વારા સર્વધર્મને આદર-માન આપી સીમાડા પાર દરિયાઇ ક્ષેત્રો ઓળંગી તેની સંસ્‍કૃતિની જ્યોત પ્રગટાવી છે.


ભારત વર્ષના હૃદયસ્‍થ થયેલા ગુજરાતમાં બહુવિધ સાંસ્‍કૃતિક વૈભવનો મેળાવડો જોવા મળે છે. અહીં જનસમૂહ બીજાના ધર્મ-જાતિ પ્રત્‍યે આદર આપી આત્‍મગૌરવ પર સન્‍માન અને ઠોસ વિશ્વાસ સાથેની સંસ્‍કૃતિ ઊભી કરી છે. વૈશ્વિક સ્‍તરના પડકારો સામે વિશ્વાસ અને સ્‍ફૂર્તિથી અહીંનો જન-સમૂહ અન્‍ય રાષ્‍ટ્રો સાથે પોતાનું સાંસ્‍કૃતિક જોડાણ જાળવી રાખે છે.


મૂળ ગુર્જરથી ઓળખાતી ગુજરાતી પ્રજા તેની પરંપરાગત સંસ્‍કૃતિ કળા-મૂલ્‍યો દ્વારા ઓખળ ઊભી કરી છે. ગુજરાત સાંસ્‍કૃતિ આર્થિક, સામાજીક અને રાજકીય ઇતિહાસનો ભવ્‍ય વારસો ધરાવે છે. ગુજરાતે ભારતીય રાજકીય ઇતિહાસમાં અદ્વીતીય પ્રભાવ ઊભો કર્યોં છે. પૂ. મહાત્‍મા ગાંધીજીનું જન્‍મસ્‍થળ પોરબંદર ગુજરાત રહ્યું છે. આ ઉપરાંત અહિંસા - સદ્દભાવની ભાવના અહીંની પ્રજાની જીવનશૈલી બની રહી છે.


તહેવારો અને મેળાઓ, કળા અને કારીગરી, લોકનૃત્‍યો, સંગીત, પોશાક અને અહીંની જીવનશૈલીમાં ગુજરરાતની પરંપરાગત સંસ્‍કૃતિની અસર જોવા મળે છે. જીવનના મૂલ્‍યો અને સામાજીક પ્રણાલી અને ચારિત્ર્ય વાળી અહીંની સંસ્‍કૃતિ પોતીકાપણુંનો અનુભવ કરાવે છે.


ભાષા
સ્‍થાનિય પ્રજા ગુજરાતી ભાષા દ્વારા લોક વ્‍યવહાર કરે છે. "ગુજરાતની" માતૃભાષા ગુજરાતી છે. વિશ્વમમાં જ્યાં જ્યાં ગુજરાતી વસ્‍યો છે તેં ગુજરાતની ભાષા બોલે છે. પ્રાદેશિક બોલીમાં ગુજરાતમાં ચરોતરી, કાઠીયાવાડી, કચ્‍છી, સૂરતી અને ઉ. ગુજરાતની બોલી બોલાય છે ઉપરાંત ગુજરાતમાં ઘણા વિસ્‍તારોમાં મરાઠી, સિંધી, પંજાબી વગેરે ભાષા-બોલી બોલાય છે.

પહેરવેશ - પોશાક
રાજ્યમાં શહેરી અને ગ્રામીણ પ્રજા તેની રહેણી-કરણી અને રીત-રિવાજો અને પહેરવેશમાં સામ્‍યપણું જોવા મળે છે. સામાન્‍યપત્રો પુરુષ પેન્‍ટ અને શર્ટ અથવા ટી-શર્ટ પહેરે છે અને રાજ્યની યુવા પેઢીમાં પશ્ચિમી અસર નીચે આવી હોવાથી સ્‍કર્ટ, ડ્રેસ, જીન્‍સ વગેરે પહેરે છે. ગૃહીણીઓ સામાન્‍ય રીતે સાડી અથવા સલવાર કમિઝ પહેરે છે. ગ્રામીણ ક્ષેત્રોમાં પુરુષો ધોતી-ઝભ્‍ભો, બંડી અને ટોપી પહેરે છે. સ્‍ત્રીઓ મહદઅંશે ચણિયા-ચોરી અને પુરુષો કેડિયું-ધોતી ઉત્‍સવ - તહેવારના પ્રસંગોમાં પહેરે છે.

ભોજન
મોટા ભાગના ગુજરાતીઓ શાકાહારી છે. પરંપરાગત ‘ગુજરાતી થાળી’ તરીકે ઓળખાતા ભોજનમાં દાળ, ભાત, રોટલી અને શાકભાજી, ફરસાણ, મીઠાઇ હોય છે. આ સવારનું ખાણું હોય છે. જ્યારે સાંજની વેળાનું વાળું ભાખરી-શાક, અથવા ખીચડી-કઢી મુખ્‍ય હોય છે. આ ઉપરાંત સામાન્‍યપણે ચટણી, અથાણાં, કચૂંબર, પાપડ, દૂધ-ઘી, છાસ તે અહીંના રોજીંદા ખોરાકમાં લેવાતા હોય છે. રોજીંદા ભોજન ઉપરાંત ગુજરાતની ગૃહિણીઓ અન્‍ય વાનગીઓ બનાવવામાં ઉત્‍સાહી હોય છે. તેમના રસોડામાં અનેકવિધ અથાણા અને અન્‍ય પ્રદેશો જેવા કે દક્ષિણ ભારતની ભોજન-થાળ, કોન્‍ટિનેન્‍ટલ અને ચાઇનીઝ ભોજન બનાવવાનું શીખી ગઇ છે અને તે બનાવે પણ છે.

ઘર : રહેઠાણ
શહેરી જનોમાં તેમની જીવનશૈલી વૈભવી બની છે. હવા ઉજાશની મોકળાશ, રાચ-રચીલાથી સમૃદ્ધ દરેક ખંડો, ગ્‍લેઇઝ ટાઇલ્‍સ અને આરસપહાણથી સુશોભિત દિવાનખંડ સાથે ગુજરાતીઓ મકાન અથવા ફલેટમાં રહે છે. ગ્રામીણ જનોના રહેઠાણોમાં વિકાસ થયો છે. છતાં પણ આજે પણ તેમમના રહેઠાણોમમાં પરંપરાગત લાકડા અને ભાતિગળ શૈલીના મકાન-વસાહત જોવા મળે છે. લાકડામાં નકશીકામવાળા ઘરો ગુજરાતની આગવી ઓળખ છે. તે ઉપરાંત માનવ વસાહત સાથે પક્ષીઓને ચણ નાખવા માટેના કલાત્‍મક બનાવેલા ચબૂતરા ગુજરાતની આગવી ઓળખ છે.

કાર્યશૈલી
મોટા ભાગના ગુજરાતીઓ વ્‍યવસાય અને ધંધા સાથેની પ્રવૃત્તિઓમાં જોતરાયેલાં છે. ગુજરાત ઔદ્યોગિક કામકાજોમાં અગ્રેસર રહેતું રાજ્ય છે અને રાજ્યની કાપડ ઉધોગનું શહેર અને આર્થિક રાજધાની અમદાવાદ ભારતમાં સાતમું સ્‍થાન ધરાવે છે. વિશ્વસ્‍તરે હવાઇ માર્ગથી જોડાયેલા ગુજરાતમાં અન્‍ય રાજ્યો સાથેની હવાઇજોડાણ સુવિધાઓ વધું છે. અહીં ધંધા-વ્‍યવસાયીક તકો ઘણી છે. જે વાયબ્રન્‍ટ ગુજરાતમાં વિવિધ ક્ષેત્રો દ્વારા જોઇ શકાય છે.

શ્રદ્ધા અને આસ્‍થા
ગુજરાતમાં બહુવિધ ધર્મ અને સંપ્રદાયો જવા મળે છે. અહીં શ્રદ્ધા અને આસ્‍થાના મૂળ તેમના ધર્મ અને સંપ્રદાય મુજ દ્રઢ બનેલા છે. મુખ્‍ય ધર્મોમાં હિન્‍દુ, જૈન અને બૌદ્ધ છે. સંપ્રદાયોમાં બોહરા, અને મોરસલામ ગરાસિયા, જે કચ્‍છમાં પ્રચલિત છે. જેઓ ઇસ્‍લામમાંથી પરિવર્તીત થયેલા. તેઓની જીવનશૈલી ભાતીગળ ગુજરાતી રહી છે. સુન્‍ની મુસ્‍લિમ તેમાનાં બીજા મોટા સમૂહ તરીકે આવે છે. જૈન, ઇરાનના પારસી, દક્ષિણ ગુજરાતમાંથી આવેલા અને ખ્રિસ્‍તીઓ છે. ગુજરાતની પ્રજા ઇશ્‍વરી સત્તાને સ્‍વીકારનારી, સહિષ્‍ણુ અને સ્‍વભાવે ઉદાર છે. તેઓ સર્વધર્મને સ્‍વીકારી પર સન્‍માન, આત્‍મગૌરવ અને ઠોસ વિશ્વાસની આસ્‍થા સાથે જીવન જીવે છે. ગુજરાતીઓ દરેક ધર્મના તહેવારો, ઉત્‍સવો સાથે મળી ઉજવે છે.

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્‍યાં ત્‍યાં વસે સઘળું ગુજરાત.
(અર્થ: રાજ્યની પ્રજા કઇ ભાષા બોલે છે)

GSWAN Gujarat Tourism Vibrant Gujarat India.gov.in Apply for PAN Card Online

gujaratindiagujaratindia