www.gujaratindia.com - Official Portal of Gujarat Government

સમગ્ર
ગુજરાત વિષે

મુખપૃષ્ઠસમગ્ર ગુજરાત વિષેગુજરાત પ્રવાસનકિલ્‍લા અને મહેલોકિલ્‍લા

કિલ્‍લાઓલખોટા કિલ્‍લો - જામનગર
આ કિલ્‍લો એક સમયે નવાનગરના મહારાજાનો મહેલ હતો. આજે તે સંગ્રહાલયમાં રૂપાંતરિત થયો છે તે ૯ થી ૧૮ મી સદી દરમિયાનના સ્‍થાપત્‍યનું એક ઉત્તમ ઉદાહરણ છે. તે જામનગરના વિસ્‍તારમાં ફેલાયેલો છે. આ કિલ્‍લો અર્ધવર્તુળાકારમાં બનાવવામાં આવ્‍યો છે. સુરક્ષાકર્મીઓનો શસ્‍ત્રાગાર અને અન્‍ય યુદ્ધ સામગ્રીનો સંગ્રહ થયેલો છે.

લખોટા મહેલને એક બ્રિજ શહેર સાથે જોડે છે. લખોટાનો કિલ્‍લો કૉથ બાસનની નીચે આવેલ છે. જે શસ્‍ત્રો માટે જાણીતું છે. આ કિલ્‍લો જામનગરના શાહી પરિવારે બનાવેલ હતો. અહિનું મુખ્‍ય આકર્ષણ કુવા છે જેની નીચે આવેલા છિદ્રમાંથી પાણી બહાર નીકળે છે.
પાવાગઢ કિલ્‍લો - પંચમહાલ જિલ્‍લો, વડોદરા નજીક
આ કિલ્‍લો ઐતિહાસિક બેનમૂન સ્‍થાપત્‍ય કળાનો ઉત્તમ નમૂનો છે. આ કિલ્‍લો ટેકરીની આસપાસ ઘેરાયેલો છે. તે વડોદરા શહેરથી નજીક આવેલો છે. હિન્‍દુ અને જૈનો તેમની ધાર્મિક માન્‍યતાઓને લીધે તેની મુલાકાત લે છે. સુલતાન મહોમ્‍મદ બેગડાએ આ કિલ્‍લાનો નાશ કરેલો. આ કિલ્‍લાનું નવનિર્માણ તેના વંશજોએ કરેલું. તેણે આજનું ચાંપાનેર શહેર વિકસાવ્‍યું હતું.
ઉપરકોટ જિલ્‍લો - જુનાગઢ
ઉપરકોટનો કિલ્‍લો ગુજરાતમાં નવાબી મોહમ્‍મદ બેગડા અને ચુડાસમા શાસકના યુગના પ્રતીક સમાન છે. આ કિલ્‍લો પ્રાચીન લોકોની સ્‍થાપત્‍ય વિશેની સમજણ વિશે પુરાવા આપે છે. આ કિલ્‍લો હિન્‍દુ, બુદ્ધ, જૈન બ્રિટિશ કૉલોની, ઇસ્‍લામિ હુમલો અને નવાબી શાસકોના યુગનો સાક્ષી છે. મુસ્‍લિમોએ તેમાં મસ્‍જીદ બનાવી હતી. બુદ્ધોએ રજી સદીમાં અહીં તેમની ગુફાઓ બનાવી હતી. કિલ્‍લામાં એક મુખ્‍ય વિશિષ્ટપ્રવેશદ્વાર છે. કિલ્‍લાની દિવાલો ૨૦ મીટર ઊંચી છે.
ડભોઇ કિલ્‍લો
નર્મદા ડેમનો મુખ્‍ય પ્રવેશ દ્વાર ડભોઇ કિલ્‍લો છે. તે ગુજરાતના દર્ભવતી શહેર પાસે આવેલો છે. તે દક્ષિણ-પૂર્વ વડોદરાથી ૨૯ કિ.મી. દૂર આવેલો છે. તે ૧૩ મી સદીમાં રાજપૂતોની યાદ અપાવે છે.

આ કિલ્‍લો ૬ઠ્ઠી સદીની આસપાસ બનાવવામાં આવ્યો હતો. ગુજરાતના મહાન રાજા સિદ્ધરાજ જયસિંહ (ઇ.સ. ૧૦૯૩-૧૧૪૩) આ કિલ્‍લાનો વિકાસ કરેલો હતો. આ કિલ્‍લો હિન્‍દુ પરંપરાને ઉજાગર કરે તેવું સ્થાપ્ત્ય ધરાવે છે. આ કિલ્‍લાનું કોતરણી કામ બેનમુન છે. આ કિલ્‍લાના ચાર મુખ્‍ય પ્રવેશ દ્વાર છે. તેમાં મુખ્‍યત્‍વે હીરા ભગોલ ખૂબ જ સુંદર સ્‍થાપત્‍ય કળાનો નમૂનો છે. જે હિરાઘર નામના શિલ્‍પી દ્વારા બનાવવામાં આવ્‍યો હતો. પશ્ચિમ માં વડોદરા ગેટ, પૂર્વમાં હિરાદ્વાર, ઉત્તરમાં ચાંપાનેર અને નાંદોદ દક્ષિણમાં આવેલ છે. ઘણી જૈન પ્રતિભાઓએ વસવાટ કરેલો હતો. આ કિલ્‍લો પ્રાચીન ભારતના સમૃદ્ધ ઇતિહાસની ઝાંખી કરાવે છે.
જૂનો કિલ્‍લો - સુરત
સુરતનો જૂનો કિલ્‍લો ઐતિહાસિક રીતે ખૂબ જ અગત્‍યનો છે. મોહંમદ તઘલક (૧૩૨૫ થી ૧૩૫૧) એ ઇ.સ. ૧૩૪૭માં સુરતમાં આ કિલ્‍લાની નવરચના કરી હતી. સમ્રાટ ફિરોજ તઘલક (૧૩૫૧ થી ૧૩૮૮) ભીલોના આક્રમણથી બચવા માટે કિલ્‍લોને વધુ મજબૂત બનાવ્‍યો હતો. તેએને ભારતના મુગલ શાસકો દ્વારા ઊભા કરવામાં આવ્‍યા હતાં. ત્‍યારબાદ આ કિલ્‍લો છત્રપતિ શિવાજી મહારાજે જીત્‍યો હતો. આ કિલ્‍લો હવે મહા નગરપાલિકાના કાર્યાલય તરીકે વપરાશમાં આવે છે.
ભુજીયા ટેકરીનો કિલ્‍લો - ભુજ
ભુજની ચારેતરફ ખૂબજ રમણીય લાગતા ભુજીયા ટેકરીની ઝાંખી જોવા મળે છે. ભુજ શહેરનું નામ આ કિલ્‍લાના નામ પરથી પડ્યું હતું. રાવ ગોડજીએ આ કિલ્‍લો ઇ.સ. ૧૭૨૩ માં બંધાવ્‍યો હતો. ત્‍યારબાદ આ કિલ્‍લાનું નામ ભુજંગ નાગ, સાપનું મંદિર બન્‍યું હતું. બ્રિટિશ કર્નલ વિલિયમ કોરએ આ કિલ્‍લાને ઇ.સ. ૧૮૧૯ માં જીત્‍યો. તેણે પૂર્ણ કિલ્લો પર્વતની ઉંચાઇ સુધી લઇ ગયો તેની ઉંચાઇ ૧૬૦ મીટર છે. બાહ્ય હુમલાઓથી રક્ષણ મેળવવા માટેના હેતુથી બનાવાયો હતો.
લલવા દુર્ગા (પ્રાચીન કિલ્‍લો)
આ કિલ્‍લાના ઉલ્‍લેખ મહાભારતમાં પણ જોવા મળે છે. બ્રિટિશ હકુમત વખતે તેમને બનાવેલ મહી નદી કિનારેના થાણા અને રાઠોર અને રાજપૂતો એ પણ અહીં શાસન કર્યું હતું. આ કિલ્‍લો કુદરતી સુરક્ષાનું ઉદાહરણ છે. કિલ્‍લો દક્ષિણ અરવલ્‍લી પર્વતમાળા પાસે આવેલ છે. પર્વતની તળેટી પર જૂનો કિલ્‍લો આવેલો છે. શિલ્‍પીઓ દ્વારા ગલિયારાઓ સુંદર કોતરણી કરવામાં આવે છે. ઇડર શહેરની શરૂઆતમાં સુંદર ઘડિયાળ ટાવર આવેલ છે અને સુંદર અર્ધવર્તુળાકાર ઘુમ્મટમાં આવેલો છે. કિલ્‍લાનો અંત શહેરના વિસ્‍તારનો અંત દર્શાવે છે. રસ્‍તાની બંને બાજુ રંગબેંરંગી બજાર આવેલા છે.
ધોરાજીનો કિલ્‍લો - રાજકોટ
આ કિલ્‍લાનું નિર્માણ ઇ.સ. ૧૭૫૫માં પૂર્ણ થયું. તેના ચાર મુખ્‍ય પ્રવેશદ્વાર અને બીજા ત્રણ નાના પ્રવેશ દ્વારા છે. જે બારીના નામે ઓળખાય છે. ચાર મુખ્‍ય પ્રવેશ દ્વાર પશ્ચિમમાં કાઠિયાવાડી દરવાજો, પૂર્વમાં પોરબંદર દરવાજો, ઉત્તરમાં હલાર દરવાજો અને દક્ષિણમાં જુનાગઢનો દરવાજો આવેલો છે. નાના દરવાજે દરબારી બારી, ભીમજી બારી અને સાતી બારી આવેલ છે. ધોરાજીને દરબાર ગઢ શહેરની ચોટી પર આવેલ છે અને તે દરબારી બારી પાસે આવેલ છે. દરવાજાની પાસે જુદી જુદી સ્થાપ્ત્ય શૈલીમાં અંકીત કરાયેલા હાથીઓની કોતરણીવાળા ઝરોખા કિલ્‍લાની સુંદરતામાં વધારો કરે છે.

કિલ્‍લાની મધ્‍યમાં સુંદર કોતરણી કામવાળો મુખ્‍ય દરવાજો આવેલો છે. આ કિલ્‍લાના દરબારગઢને સુંદર શિલ્‍પ અને કોતરણીથી સજાવવામાં આવ્‍યો છે. અહીં જુદા જુદા ચિત્રો, તરંગો, સિંહોના ચિત્રો, સંગીત, શિલ્‍પ દ્વારા સુંદરતામાં વધારો કરવામાં આવેલ છે. આ કિલ્‍લાની કોતરણી એ સુંદર ઘરેણાંની જેમ કરવામાં આવેલી છે. આ કિલ્‍લાનું સ્‍થાપત્‍ય ગોંડલના નવલખ મહેલ જેવું છે.
ઝીઝુંવાડા કિલ્‍લો - કચ્‍છનું રણ
આ કિલ્‍લો ૧૧મી સદીમાં સોલંકી શાસક સિધ્‍ધરાજ જયસિંહના મંત્રી ઉદા દ્વારા બનાવવામાં આવ્‍યો હતો. તે બેનમુન પ્રાચીન સ્‍થાપત્‍ય છે. આ કિલ્‍લાનું નિર્માણ વિદેશોથી મંગાવેલા મોટા પથ્‍થરો દ્વારા કરવામાં આવ્‍યું હતું. આ કિલ્‍લો ભારતીય હિન્‍દુ સ્‍થાપત્‍યની ઝાંખી કરાવે છે તેમા; ઇસ્‍લામિક શૈલીનો પ્રભાવ પણ જોવા મળે છે. આ કિલ્‍લા ને ચાર મુખ્‍ય દરવાજા છે. મદપોલ દરવાજો, રક્ષાપોલ દરવાજો, હરીજન દરવાજો અને ધર્મ દરવાજો તેના મુખ્‍ય દરવાજા છે. મદપોલનો દરવાજો મરુ ગજ્જર સ્‍થાપત્‍ય શૈલીનું એક ઉત્તમ ઉદાહરણ છે. આ દરવાજાઓને સુંદર કોતરણી દ્વારા શણગારવામાં આવ્‍યો છે. તેમાં ગણેશ, ભૈરવ જેવા દૈવી દેવતાની ઉત્તમ કોતરણી કરવામાં આવી છે.

http://www.gswan.gov.in, Gujarat State Wide Area Network Vibrant Gujarat Gujarat Tourism : External website that opens in a new window http://india.gov.in, The National Portal of India https://www.digitalgujarat.gov.in/, Digital Gujarat

gujaratindiagujaratindia