www.gujaratindia.com - Official Portal of Gujarat Government

સમગ્ર
ગુજરાત વિષે

મુખપૃષ્ઠસમગ્ર ગુજરાત વિષેકળા સંસ્‍કૃતિ અને જીવનશૈલીનૃત્‍ય અને સંગીતગરબા અને રાસ

ગરબા અને રાસ

ગુજરાત તહેવારોની ભૂમિ છે. નવરાત્રી દરમિયાન અહી નૃત્‍ય અને સંગીતથી ભરપુર ગરબા અને રાસ રમાય છે. દરેક ઉંમરના ગુજરાતીઓ મન ભરીને નવરાત્રી દરમિયાન ગરબા અને રાસ રમે છે. વિશ્વભરમાંથી લોકો ગુજરાતમાં તેની પરંપરા અને ધાર્મિક તહેવારોને માણવા આવે છે.

‘‘ગરબો’’ કે ‘‘ગરબા’’ શબ્‍દનો ઉદ્દભવ સંસ્‍કૃત શબ્‍દ ‘‘ગરભદીપ’’ થયો જેનો અર્થ ગોળાકાર ઘડો જેનામાં નાના-નાના ગોળાકાર છિદ્રો હોય. આ કુંભ માનવીય સંવેદના અને ધાર્મિકતાનું પ્રતીક છે.

નવરાત્રી તહેવાર ‘‘મા દુર્ગા’’ ની ભક્તિ-અર્ચના માટે જેમના ઘણા રૂપો છે. દેવી ‘‘શક્તિ’’ ના રૂપે પૂજવામાં આવે છે. જે મા પાર્વતીનું રૂપ છે. જેમણે રાક્ષસોનો વધ કર્યો હતો. પાર્વતી કે જે ભગવાન શિવનાં અર્ધાંગિની છે. નવરાત્રીના નવ દિવસમાં જુદી-જુદી દેવી સ્‍વરૂપોને પૂજવામાં આવે છે.

ધાર્મિક માન્‍યતા મુજબ જીવન જીવવા, તેમાં આવતી મુસીબતોનો સામનો કરવા માટે મદદ કરે છે. દુર્ગા દેવી અસત્‍ય પર સત્‍યની જીત સમાન છછે. સરસ્‍વતી દેવી જ્ઞાન આપે છે અને લક્ષ્‍મી દેવી સમૃદ્ધિ પ્રદાન કરે છે.



ભવાઇ-લોકનાટ્ય


નૃત્‍ય


ગરબા અને રાસ


હલિસાકા

 

કૃષ્‍ણાવતારમાં ભગવાન શ્રીકૃષ્‍ણ : વાંસળી વગાડતા અને ગોપીઓ સાથે રાસ રમતા હતા. આ રાસ નવરાત્રી દરમિયાન સૌથી લોકપ્રિય છે. પરંપરાગત નૃત્‍યના પણ અલગ-અલગ પ્રકાર અહીં જોવામાં આવે છે. જે વર્ષોથી કરવામાં આવે છે. નૃત્‍ય દરમિયાન દાંડીયા સાથે ધોતિયું પહેરીને ગુજરાતી પુરૂષો પોતાની ભાતિગળ પરંપરાના દર્શન કરાવે છે. ત્રણ તાળી, પાંચતાળી, પોપટીયું, ત્રિકોણીયા, લેહરી, હિંચ, પતંગગિતો, હુડો ગરબાના જુદા-જુદા પ્રકાર છે.


દરવર્ષે સમયે ઉજવાતી નવરાત્રીમાં નવીનતા જોવા મળે છે. નૃત્‍ય, સંગીત, નૃત્‍યના પગલા, પૌશાક, પ્રતેકો વગેરેમાં અહીં ગુજરાતની ભવ્‍યતા અને પરંપરાગત ઉજવણીની પ્રતીતિ કરાવે છે.


કેટલાક પરંપરાગત નૃત્‍ય

મણિયારો રાસ / કાનબી રાસહુડો
વિછુંડોતીપ્‍પાની
દાંડિયા નૃત્‍યગોપ રાસ
કહાલ્‍યામેર રાસ


http://www.gswan.gov.in, Gujarat State Wide Area Network Vibrant Gujarat Gujarat Tourism : External website that opens in a new window http://india.gov.in, The National Portal of India https://www.digitalgujarat.gov.in/, Digital Gujarat

gujaratindiagujaratindia