www.gujaratindia.com - Official Portal of Gujarat Government

સમગ્ર
ગુજરાત વિષે

મુખપૃષ્ઠસમગ્ર ગુજરાત વિષેગુજરાત પ્રવાસનધાર્મિક સ્‍થાનોગિરનારનું મંદીર

ગિરનાર


હિન્‍દુ અને જૈન ધર્મના પવિત્ર સ્‍થળોમાં જૂનાગઢ જિલ્‍લામાં આવેલો પર્વત ગિરનાર છે. જૈન ધર્મ તેને નેમિનાથ પર્વત તરીકે ઓખળે છે. દંતકથા મુજબ વૈદિક કાળમાં સિદ્ધહાસે તપસ્‍યા કરવા માટે આ સ્‍થાન પસંદકર્યું હતું. અંદાજે ૩૬૬૦ ફૂટની ઊંચાઇ ધરાવતા આ ઐતિહાસિક અને ધાર્મિક ગૌરવ ધરાવતા પર્વત સાથે વૈદિક અને પુરાણકાળની ઘણી વાર્તા જોડાયેલી છે. જેમાં ભગવાન કૃષ્‍ણના પ્રસંગો પણ જોડાયેલા છે.

‘ગિરનાર’ જુદા જુદા સમયમાં જુદા જુદા નામે પ્રચલિત હતો. કાયક્રમે તે અલગ અલગ નામોથી ઓળખાતો. ગિરનાર સૌ પ્રથમ ઉજ્જયંત, મણીપુર, ચંદ્રકેતુપુર, રૈવતનગર, પુરાતનપુર, ગિરીવર અને ગિરનાર. અહીં બીજા પાંચ ધાર્મિક મહત્વ ધરાવતા આસ્થાના સ્‍થાનકો આવેલા છે. જેમાં મા અંબાજીનું મંદિર, ગોરખનાથની ગુફા, ઔગઢનું સ્‍થાનક, ગુરુ દત્તાત્રેયની ટૂંક અને મા કાલિકાની ગોખ.
પર્વતના શિખરે પહોંચવા માટે યાત્રાળુઓએ ૯૯૯૯ પગથિયાં ચઢવા પડે છે. અહીં હિન્‍દુ મંદિરોની આસપાસ જૈન ધર્મના મુખ્‍ય પાંચ દેરાસરોનું નિર્માણ કરાયું છે.

ગિરનાર તમે કંઇ રીતે પહોંચશો ?
કેશોદ હવાઇ મથક જે જુનાગઢથી ૩૫ કિ.મી.ના અંતરે છે.


ગિરનાર એક્સપ્રેસ મુંબઇ-ગિરનારને જોડતી રેલ સેવા ઉપલબ્‍ધ છે.


રાજ્યના દરેક મથકો સાથે ગિરનાર રાજ્ય પરિવહન તથા ખાનગી બસ સેવાઓથી જોડાયેલું છે.

ભગવાન નેમિનાથ જે જૈન ધર્મના રરમા તીર્થકર છે. તેમનું દેરાસર ઇ.સ. ૧૧૨૮થી ઇ.સ. ૧૧૫૯ના સમયગાળા દરમિયાન બાંધવામાં આવ્‍યું હતું. તેમની મૂર્તિ કાળા આરસપહાણના પથ્‍થરમાંથી બનાવાઇ છે. અને તેમના નેત્રો કિંમતી રત્‍નથી બનાવાયા છે. અહીંનું સમગ્ર સંકુલ સ્‍થાપત્‍ય કળાના નમૂનાથી ભરપૂર છે. ત્‍યાંથી આગળ મા અંબાનું મંદિર આવે છે. અહીં નવપરણિત નવદંપતિઓ સુખ-સમૃદ્ધિની કામના સાથે મા અંબાજીના દર્શને આવે છે અને સુખી લગ્‍નજીવનના આર્શીવાદ પામે છે.

જૈન ધર્મના ૧૯મા તીર્થકર ભગવાન મલ્‍લીનાથનું દેરાસર ઇ.સ. ૧૨૩૧માં વસ્‍તુપાલ અને તેજપાલ બંધુઓને બંધાવ્‍યું હતું. નેમિનાથ ભગવાનની મૂર્તિ ઘેરા વાદળી રંગની દેખાય છે. ૨૪મા તીર્થકર ભગવાન ઋષભદેવનું દેરાસર સોનેરી રંગમાં બનાવ્‍યું છે. ૧૫મી સદીમાં ભગવાન પાર્શ્વનાથનું દેરાસર બાંધવામાં આવ્‍યું હતું. જે મેરાવાસી તરીકે પ્રખ્‍યાત છે. ભગવાન દત્તાત્રેયની ટૂંક ગિરનારના પરિક્રમાના માર્ગની વચ્‍ચે છે.

ગિરનારની પરિક્રમા માટે પરોઢિયાનો સમય ઉત્તમ રહે છે. ભગવાન શિવજીનું ‘ભવનાથ મંદિર’ પરિક્રમાના માર્ગમાં પહેલું આવે છે. ત્‍યાર પછી રાજા ભર્તુહરિની ગુફા, સોરઠ મહલ, ભીમકુંડ અને અન્‍ય મહત્‍વના સ્‍થાનકો પરિક્રમાના માર્ગે આવેલાં છે. ગિરનાર પર્વતીય ક્ષેત્રમાંથી એકત્રિત થયેલું પાણી ગૌ-મુખીકુંડમાં એકઠું થાય છે. આમાં સૌથી ધ્‍યાનાકર્ષક હનુમાન ધારાનંદ કમંડલ સ્‍થાન છે.

અક્ષરધામ મંદિરગિરનાર મંદિર
અંબાજી મંદિરપાલિતાણા મંદિર
ડાકોર મંદિરસોમનાથ મંદિર
દ્વારકાધીશ મંદિરસૂર્ય મંદિર
પાવાગઢ મંદિર









http://www.gswan.gov.in, Gujarat State Wide Area Network Vibrant Gujarat Gujarat Tourism : External website that opens in a new window http://india.gov.in, The National Portal of India https://www.digitalgujarat.gov.in/, Digital Gujarat

gujaratindiagujaratindia