www.gujaratindia.com - Official Portal of Gujarat Government

સમગ્ર
ગુજરાત વિષે

મુખપૃષ્ઠસમગ્ર ગુજરાત વિષેગુજરાત પ્રવાસન

ગુજરાત પ્રવાસન

ગુજરાતમાં પ્રવાસે આવવાનું મન કેમ થાય ? કારણકે......... અહીં
પ્રવાસ એ શૈક્ષણિક પ્રક્રિયા છે.
પ્રવાસ એ પ્રકૃતિને જાણવા-સમજવાની રીત છે.
ગુજરાતમાં વિશાળ સમતળ ભૂમિ પર પથરાયેલા લીલાછમ મેદાનો, ઐતિહાસિક
સ્‍થળો ઉપરાંત વિશાળ દરિયા કિનારો પ્રવાસીઓના આકર્ષણનું કેન્‍દ્ર બન્‍યું છે.
ગુજરાતનો પ્રવાસ સ્‍ફૂર્તિદાયક, આલ્‍હાદક અને રોમાંચક બને છે.
ગુજરાતમાં સતત ચેતનવંતી સંસ્‍કૃતિ અને ભાઇચારાની
અનુભૂતિ કરાવતો માનવ સમાજ.....
અહીંના જીવનની અવિસ્‍મરણીય અનુભૂતિ, યાદગાર પળોની
સ્‍મૃતિ અને જીવન જીવવાની કળા શિખવા મળે છે.

ભારતમાં ગુજરાત તેની આગવી શૈલી અને સંસ્‍કૃતિથી સૌથી અલગ ઉભરી આવતું રાજ્ય છે. ગુજરાત પાસે હડપ્‍પન સંસ્‍કૃતિથી શરૂ કરી મોગલ સામ્રાજ્ય સુધીનો ભવ્‍ય ઐતિહાસિક વારસો છે. ગુજરાતનો પ્રવાસ સિમાડાથી ક્ષિતિજના સૌંદર્યનો અનંત પરંપરાગત અને ઐતિહાસિક સાંસ્‍કૃતિનો સ્‍પર્શ કરાવે છે.

વિભૂતિઓની ભૂમિ ગુજરાત :
‘ગુજરાતની કૂખે અનેકવિધ વિભૂતિઓ જન્‍મી છે. સ્‍વાતંત્ર્ય સંગ્રામના સ્‍વાતંત્ર્યવીરોમાં મોહનચંદ કરમચંદ ગાંધી, સરદાર વલ્‍લભભાઇ પટેલ વગેરે કે જેઓએ આઝાદીના જંગમાં લડત આપી. અહિંસા, ભાઇચારો, બીજા પ્રત્‍યે માન તેમજ રાષ્‍ટ્ર ભક્તિના પાઠો ભારતીયજનોને શિખવાડ્યા.

ઐતિહાસિક અને પુરાતત્‍વીય સ્‍મારકો :

૪૫૦૦ વર્ષથી પણ વધુ સમયનો ભવ્‍ય ઇતિહાસ ધરાવતા ગુજરાતે અનેકવિધ સાંસ્‍કૃતિક સભ્‍યતાને પોતાના ખોળે ઉછેરી છે. આ ભવ્‍ય પરંપરાની સાક્ષી રૂપે ગુજરાતમાં અદ્વિતીય ઐતિહાસિક અને પુરાતત્‍વીય ઇમારતો આવેલી છે. લોથલ હડપ્‍પન, પાલિતાણા મંદિરોના નિર્માણ દ્વારા તેની ધાર્મિક સંસ્‍કૃતિને ગવાહી પુરે છે. જૂનાગઢમાં બૌદ્ધ ઋષિઓની ગુફાઓ આવેલ છે.


ગુજરાતની મુલાકાતે આવેલ પ્રવાસીઓ (ભૂતકાળમાં)
વર્ષ ૨૦૦૬-૨૦૦૭ દરમિયાન કુલ ૧ કરોડ ૨૩ લાખ ૪૦ હજાર પર્યટકોએ ગુજરાતની મુલાકાત લીધી હતી. તે સમય અગાઉના વર્ષ દરમિયાન ૧.૭૫ લાખ જ્યારે વર્ષ ૨૦૦૬-૦૭ ના વર્ષ દરમિયાન ર લાખ કરતા વધારે વિદેશી મુસાફરોએ ગુજરાતની મુલાકાત લીધી હતી.
પ્રવાસીઓના આકર્ષણો
મુખ્‍ય શહેરો અને સ્‍થળો
ધાર્મિક સ્‍થાનો
કિલ્‍લા અને મહેલો
સંગ્રહાલયો
ગ્રંથાલયો
ઐતિહાસિક સ્‍થળો
હિલ સ્‍ટેશન અને પ્રવાસન ક્ષેત્રો
હેરિટેજ હોટલ્‍સ


પ્રવાસન ક્ષેત્રો
ગુજરાતમાં પ્રવાસન માટે જુદા જુદા સ્‍થળો આવેલા છે. જે ગુજરાતની ઐતિહાસિક સમૃદ્ધિની ઝાંખી કરાવે છે.
આધ્‍યાત્‍મિક પ્રવાસન નૈસર્ગિક પ્રવાસન વેપારી પ્રવાસન
હેરિટેજ પ્રવાસનમેડિકલ પ્રવાસનમનોરંજન અને પર્યાવરણ પ્રવાસન
સાંસ્‍કૃતિક પ્રવાસનઆરોગ્‍ય પ્રવાસનગ્રામ્ય અને શહેરી પ્રવાસન
એડવેન્ચર સ્પૉર્ટ્સપ્રસંગ પ્રવાસન


GSWAN Gujarat Tourism Vibrant Gujarat India.gov.in Apply for PAN Card Online

gujaratindiagujaratindia