www.gujaratindia.com - Official Portal of Gujarat Government

સમગ્ર
ગુજરાત વિષે

મુખપૃષ્ઠસમગ્ર ગુજરાત વિષેકળા સંસ્‍કૃતિ અને જીવનશૈલીનૃત્‍ય અને સંગીતહલિસાકા

હલ્‍લીસાકા

ગુજરાતમાં પ્રાચીન નૃત્‍યકળામાં ઘણા પ્રકારો છે. તેમાં ગુજરાતના રાસ-ગરબાની નૃત્‍યકળા ઘણી પ્રચલિત છે. નૃત્‍યકળાની આ પ્રાચીન સંસ્‍કૃતિને ગુજરાતે સંવર્ધિત કરી આજે પણ તેને અકબંધ રાખી છે.

તેમાંની એક નૃત્‍યકળા હલ્‍લીસાકા નૃત્‍ય ખૂબ જ પ્રાચીન અને સંસ્‍કૃત સાહિત્‍ય સાથે જોડાયેલ કળાની પરંપરા છે. હરિવંશ અનુસાર તેમાં ૧૬,૩૭૫ શ્લોકો છે. તેની રચના ઇ.સ. પૂર્વ ૨૦૦ થી ૫૦૦ ના સમયગાળામાં કરવામાં આવી હતી. આ મહાકાવ્‍ય મહાભારત સાથે જોડવામાં આવ્‍યું. આ રચનામાં કૃષ્‍ણ અને ગોપીઓની રાસલીલાને સ્‍પર્શતી લીલાઓનું વર્ણન કરવામાં આવ્‍યું છે. આ રચના ભારતીય સંસ્‍કૃતિને ઉજાગર કરે છે અને તેમાં છલ્‍લીકયા ગીતો અને હલ્‍લીસાકા નૃત્‍યના પ્રભાવ ખાસ જોવા મળે છે.

હલ્‍લીસાકા નૃત્‍ય પરંપરા એ ગુજરાતનું મુળ સ્‍ત્રોત છે. આ નૃત્‍યશૈલી ઉલ્‍લેખ હરિવંશમાં પ્રસ્‍તુત કરાયો હતો. આ નૃત્‍યમાં નૃત્‍યકારો હાથમાં હાથ જોડાયેલા રાખી સાંકળ જેવું રચી નૃત્‍ય કરે છે. સાથે સૌ કોરસમાં ગીત ગાય છે. અને ‘તાલ’ ના લયમાં આખું નૃત્‍યની રજૂઆત કરાય છે. આ નૃત્‍યમાં કૃષ્‍ણનું જે પાત્ર જે કલાકાર ભજવે છે તે બધાની વચ્‍ચે રહી નૃત્‍ય કરે છે. બાકીના કલાકારો તેના વર્તુળાકારે ગોઠવાઇ પગ, હાથ, એડી અને શરીરના હાવભાવ થકી, લયબદ્ધ અને રોમાંચક શૈલીમાં અનુક્રમે એક વખત, બે વખત અને ત્રણ વખત નૃત્‍ય કરે છે.




ભવાઇ-લોકનાટ્ય


નૃત્‍ય


ગરબા અને રાસ


હલિસાકા

http://www.gswan.gov.in, Gujarat State Wide Area Network Vibrant Gujarat Gujarat Tourism : External website that opens in a new window http://india.gov.in, The National Portal of India https://www.digitalgujarat.gov.in/, Digital Gujarat

gujaratindiagujaratindia