www.gujaratindia.com - Official Portal of Gujarat Government

સમગ્ર
ગુજરાત વિષે

મુખપૃષ્ઠસમગ્ર ગુજરાત વિષેગુજરાત પ્રવાસનહેરિટેઝ હોટેલ્‍સ

હેરિટેજ હોટલ્‍સ

ગુજરાતમાં - તમારા સ્‍વપ્‍નોને હકીકતમાં બદલો....
ગુજરાતમાં સમૃદ્ધ સાંસ્‍કૃતિક વારસો, પરંપરાગત અને સર્વકાલિન ઇતિહાસની ભવ્‍યતા તેના કિલ્‍લાઓ મહેલો અને ઇમારતોમાં જોવા મળે છે. જેનું નિર્માણ વિતેલા યુગના શાસનકર્તાઓએ કર્યું હતું. આજે તે ઇમારતમાંથી ઘણી ઇમારતો સાંસ્‍કૃતિક વારસાની જાળવણી રૂપે ‘હેરિટેજ હોટલ’ માં રૂપાંતરિત થઇ છે. જેમાં તેનું આતિથ્‍ય માણી સાંસ્‍કૃતિક ભવ્‍યતાની અનુભૂતિ કરવાની તક મેળવી શકાય છે.

ગુજરાતમાં આ પ્રકારની વૈભવી હોટલો ઘણી છે. આ દેરક હોટલ્‍સ શહેરના મુખ્‍ય મથકો તેમજ પ્રવાસન સ્‍થળોની નજીક આવેલી અથવા આ હોટલો જ પ્રવાસન કેન્દ્ર બની ચૂક્યા છે. ગુજરાતમાં પોતાના સ્‍વપ્‍નોને હકીકતમાં જોવા આ હોટલો પોતાના દ્વાર પ્રવાસીઓ માટે હરહંમેશા ખુલ્‍લા રાખે છે.

અહીં જીવનશૈલીને અનુરૂપ તમામ સુખસુવિધા, રુચિ મુજબની આગતાસ્‍વાગતા સાથે પોતાની આગવી ઓળખ ઊભી કરી ગુજરાતના ભવ્‍ય ઇતિહાસની પ્રતીતિ કરાવે છે.

ગુજરાત હેરિટેજ હોટેલ્‍સ સામાન્‍ય દરોથી લઇ રાજવી લકઝુરીયસ સુવિધા સાથેના દરોમાં પરંપરાગત શાસકોના ઠાઠનો અનુભવ કરાવે છે. આધુનિક સુવિધાઓથી સજ્જ ભાતીગળ રહેણી સાથે વૈશ્વિક જીવનશૈલીને અનુરૂપ આતિથ્‍ય સેવા પ્રદાન કરતી હેરિટેજ હોટેલ્‍સનું આતિથ્‍ય અનેરો અને અલ્‍હાદક અનુભવ કરાવે છે. રાજવી પરિવારોએ તેમના મહેલો અને ઇમારતોને હેરિટેજ હોટલમાં રૂપાંતરિત કરી એ જ ભવ્‍યતાની અનુભૂતિ કરાવે છે. જે રાજા-મહારાજાઓની જીવનશૈલી હતી. હેરિટેજ હોટલમાં આતિથ્‍ય માણવાની અનુભૂતિ એટલે નૈસર્ગિક સૌંદર્ય સાથે પક્ષીઓના કલરવનો ધ્‍વનિ અને પરંપરાગત રાજવી વૈભવ સાથેનો વસવાટ.

ગુજરાતમાં પ્રવાસીઓ પરંપરાગત જીવનશૈલી, ભવ્‍ય ઇતિહાસ, શિલ્‍પ-સ્‍થાપત્‍ય અને સમભાવ વિચારધારાનો અહેસાસ રાજવી સુખ-સુવિધા, સૌંદર્ય અને સરળતાથી થાય છે.


ગુજરાતની વધુ સાંસ્‍કૃતિક હોટેલની જાણકારી માટે અહીં કલીક કરો.

GSWAN Gujarat Tourism Vibrant Gujarat India.gov.in Apply for PAN Card Online