www.gujaratindia.com - Official Portal of Gujarat Government

સમગ્ર
ગુજરાત વિષે

મુખપૃષ્ઠસમગ્ર ગુજરાત વિષેકળા સંસ્‍કૃતિ અને જીવનશૈલીતહેવારોહોળી-ધૂળેટી
ધૂળેટી

ધૂળેટી : જીવનના રંગોનો તહેવાર

ગુજરાત ઉત્‍સવ પ્રિય પ્રદેશ છે. અહીં હોળીના તહેવારરના બીજા દિવસે   ધૂળેટીનો ઉત્‍સવ ઉજવવામાં આવે છે. ગુજરાત ધૂળેટીનો ઉત્‍સવ પ્રેમ, ભાઇચારા અને આનંદના રંગો દ્વારા ધૂળેટી રમે છે. ધૂળેટીનો ઉત્‍સવ ખૂબ જ ઉમંગ અને શ્રદ્ધાથી ઉજવવામાં આવે છે. ફાગણી માસની પુનમે ધૂળેટીનો ઉત્‍સવ મનાવાય છે. હિન્‍દુઓનો મહત્‍વનો ઉત્‍સવ ધૂળેટી રવીપાકની ઉજવણીના રૂપે પણ કરવામાં આવે છે.

હોળીના તહેવાર સાથે પૌરાણિક કથાઓ જોડાયેલી છે. ભગવાન શ્રી વિષ્‍ણુએ ભક્ત પ્રહલાદને હોલીકા દ્વારા અગ્‍નિમાં બાળી મૂકવાના પ્રસંગે બચાવ્‍યો હતો. આ દિવસે ભગવાન બાળ સ્‍વરૂપે શ્રીકૃષ્‍ણાવતારમાં પુતનાનો વધ કર્યો હતો. આ દિવસે ‘કર્મ’ ની પૂજા કરવામાં આવે છે. જે સુખ-સમૃદ્ધિના દેવતા ગણાય છે.

હોળી એ આસુરી શક્તિ પર વિજયનું પર્વ છે. શિયાળાની ઋતુના અંત ના સમયે આ ઉત્‍સવ ઉજવવામાં આવે છે. બે દિવસ ઉજવાતા આ ઉત્‍સવમાં પ્રથમ દિવસે શ્રદ્ધાળુઓ આખો દિવસ ઉપવાસ રાખે છે. તેમાં એ માન્‍યતા છે કે ભગવાન શ્રીવિષ્‍ણુનો પરમ ભક્ત પ્રહલાદને સાંજે હોલિકા જે રાજા હિરણ્યકશ્‍યપુની બહેન છે. જેને અગ્‍નિએ નહિ બળવાનું વરદાન આપ્‍યું હોય છે. તે પ્રહલાદને ખોળામાં બેસાડી, હોળી પ્રગટાવવામાં આવે છે. પરંતુ હોલિકા તેની ફરતે અગ્‍નિ-વરદાન હોવા છતા બળીને ભસ્‍મ થઇ જાય છે અને ભગવાન શ્રી વિષ્‍ણું પોતાના ભક્ત પ્રહલાદને બચાવી લે છે. ભક્ત પ્રહલાદને સુરક્ષિત જોઇ સૌ ભક્તજનો અબીલ-ગુલાલ રંગોથી આનંદ લૂંટે છે અને ઉત્‍સવની ઉજવણીમાં ખજૂર, મમરા, ધાણી, હેરડાં વગેરે પ્રસાદરૂપે લે છે. ભક્તો એકબીજાને તિલક કરી ગલે મળે છે. કિશોરીઓ મા ‘ગૌરી’ ની પૂજા કરે છે. હોળીના બીજા દિવસે ધૂળેટીનો ઉત્‍સવ મનાવવામાં આવે છે.
ગુજરાતના આદિવાસી પ્રદેશ પંચમહાલ, ડાંગ, છોટાઉદેપુર તેમજ સાબરકાંઠામાં ધૂળેટીનાં ઉત્‍સવ અનોખી રીતે ઉજવાય છે. આદિવાસી પ્રજા સાથે મળી નૃત્‍ય કરે છે. તેમની પરંપરાગત સંગીતશૈલીમાં ગીતો ગાઇ ઉત્‍સવની મઝા માણે છે. આ તહેવારને ‘ભગોરિયા’ તરીકે ઓળખે છે.



નવરાત્રી


દીપાવલી


પતંગ ઉત્‍સવ


શીવરાત્રી


ધૂળેટી


જન્‍માષ્‍ટમી


Ganesh Chaturthiગણેશોત્‍સવ


મહોરમ


http://www.gswan.gov.in, Gujarat State Wide Area Network Vibrant Gujarat Gujarat Tourism : External website that opens in a new window http://india.gov.in, The National Portal of India https://www.digitalgujarat.gov.in/, Digital Gujarat

gujaratindiagujaratindia