www.gujaratindia.com - Official Portal of Gujarat Government

સમગ્ર
ગુજરાત વિષે

મુખપૃષ્ઠસમગ્ર ગુજરાત વિષેકળા સંસ્‍કૃતિ અને જીવનશૈલીતહેવારોજન્‍માષ્‍ટમી

જન્‍માષ્‍ટમી

ભગવાન શ્રીકૃષ્‍ણ શ્રાવણ સુદ આઠમે જન્‍મ્‍યા હતા. તેની ઊજવણીના ભાગરૂપે વર્ષોવર્ષ જન્‍માષ્‍ટમીનું પર્વ મનાવાય છે.  

ભગવાન શ્રીકૃષ્‍ણ ગુજરાતમાં પૂર્વ વિસ્‍તારના દરિયાકાંઠે દ્વારકા પ્રદેશના રાજા હતા. ગુજરાત ઉપરાંત સમગ્ર ભારતમાં ભગવાન શ્રીકૃષ્‍ણની જન્‍માષ્‍ટમી ખૂબ જ ધામધૂમ અને આનંદ-ઉપવાસના વાતાવરણમાં ઉજવવામાં આવે છે.

ભગવાન શ્રીકૃષ્‍ણ મથુરાની જેલમાં જન્‍મ્‍યા. તેમના પિતાએ યોગમાયાના બળે જેલમાંથી યમુના નદી પાર કરી. નંદ-યશોદાને ઘરે ઉછેરવા મૂકી આવ્‍યાં. ગોકુળમાં ભગવાન શ્રીકૃષ્‍ણે તેમની બાળ લીલાઓ કરી હતી. ભગવાન શ્રીકૃષ્‍ણ હિન્‍દુ ધર્મની આસ્‍થાનું પ્રતિક છે. જે હજારો વર્ષ પછી પણ તે અડગ રહ્યું છે.

પરંપરાગત રીતે કૃષ્‍ણભક્તો સાતમનો આઠમનો ઉપવાસ રાખે છે. આઠમની મધ્‍યરાત્રીએ કૃષ્‍ણ જન્‍મોત્‍સવની ઉજવણી કરી નોમના દિવસે સમયમાં ‘દહી’ હાડી ના કરતબો યુવાન પેઢી કરે છે. જેમાં ખૂબ જ ઊંચાઇ પર જાહેરમાર્ગ પર મટકીમાં માખણ ભરી લટકાવવામાં આવે છે. માનવીય ત્રિકોણ-પિરામિડ બનાવી મટકીની ઊંચાઇએ પહોંચી તેને ફોડવાના પ્રયાસો કરી આનંદ લૂંટે છે. મટકી ફોડવામાં સફળ થનારને આનંદ-ઉમંગથી વધાવવામાં આવે છે.

ભક્તજનો મંદિરો અને ધર્મસ્‍થળોએ ‘હરેકૃષ્‍ણ હરેકૃષ્‍ણ કૃષ્‍ણ કૃષ્‍ણ હરે હરે....’ ની મંત્રધૂન ગાઇ કૃષ્‍ણભક્તિમાં તરબોળ થઇ જાય છે. ગુજરાતમાં યાદવ વંશ જ ના લોકોમાં વિશેષરૂપ કૃષ્‍ણ ભક્તિ વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. ગુજરાતીમાં દ્વારકા, ડાકોર એ પ્રસિદ્ધ શ્રીકૃષ્‍ણ મંદિરો છે.



નવરાત્રી


દીપાવલી


પતંગ ઉત્‍સવ


શીવરાત્રી


ધૂળેટી


જન્‍માષ્‍ટમી


Ganesh Chaturthiગણેશોત્‍સવ


મહોરમ


http://www.gswan.gov.in, Gujarat State Wide Area Network Vibrant Gujarat Gujarat Tourism : External website that opens in a new window http://india.gov.in, The National Portal of India https://www.digitalgujarat.gov.in/, Digital Gujarat

gujaratindiagujaratindia