www.gujaratindia.com - Official Portal of Gujarat Government

સમગ્ર
ગુજરાત વિષે

મુખપૃષ્ઠસમગ્ર ગુજરાત વિષેકળા સંસ્‍કૃતિ અને જીવનશૈલીતહેવારોપતંગ ઉત્‍સવ
પતંગ ઉત્‍સવ

ગુજરાતમાં મકરસક્રાંતિનું પર્વ પતંગ ઉત્‍સવ તરીકે મનાવવામાં આવે છે. આનંદ-ઉલ્‍લાસના પતંગ ઉત્‍સવ દ્વારા ગુજરાત તેની સાંસ્‍કૃતિ શક્તિનું પ્રદર્શન વિશ્વને કરાવે છે. પતંગ જેમ ઊંચે આસમાને ચગે છે તેમ ગુજરાત ચોતરફના વિકાસમાં અગ્રેસર રહી વિશ્વ ફલક પર અવ્‍વલ નંબર બનવાના પ્રયાસ સતત કરતું રહ્યું છે.

સમગ્ર રાજ્યમાં જાન્‍યુઆરી માસમાં ખુલ્‍લા વિશાળ આસમાની આકાશમાં રંગબેરંગી પતંગો જુદી જુદી સાઇઝ, આકાર અને જાત-જાતના ચગવા માંડે છે. વહેલી સવારથી માંડી મોડી સાંજ સુધી બાળકો, કિશોર-કિશોરીઓ યુવાન અને વુદ્ધો આ પતંગના પેચ અને સહેલની મઝા માણે છે. રાત્રીના સમયે પતંગ રસિયાઓ ટુક્કલની મઝા માણે છે. રાત્રીના અંધકારમાં એક જ પતંગની દોરી પર પ્રગટેલી મીણબત્તી ટુક્કલમાં મૂકી તેને આકાશમાં છોડવામાં આવે છે. અંધારામાં ટુક્કલનો દેખાવ ખુબ જ નયનરમ્‍ય બને છે.

મકરસક્રાંતિ અથવા ઉત્તરાયણ, આ દિવસ સૂર્ય તેની ગતિ-દિશા બદલે છે અને આ દિવસ બે ઋતુઓનો સંધિકાળ પણ બને છે. હિન્‍દુ જ્યોતિષ શાસ્‍ત્ર મુજબ સૂર્ય આ દિવસે મકર રાશીમાં પ્રવેશે છે અને તેની ગતિ ઉત્તર તરફની બને છે.

પતંગ ચગાવવો અને તેની સહેલ લેવી, અન્‍ય પતંગો સાથે પેચ લેવા વગેરે દ્વારા પતંગ રસિયાઓ દિવસભર આનંદ લૂંટે છે. ધાર્મિક પ્રસંગો આ દિવસથી શરૂ થાય છે. ધાર્મિક માન્‍યતા પ્રમાણે ઉત્તરાયણના સમયે સ્‍વર્ગના દરવાજા ખૂલે છે. ગુજરાત ભરમાં ઉજવાતો પતંગ ઉત્‍સવ ખાસ કરીને અમદાવાદ, ભાવનગર, સૂરત, રાજકોટ અને નડિયાદમાં અનેરો ઉત્‍સાહ જોવા મળે છે. અહીં પતંગો અને વિવિધ પ્રકારની દોરી-માંજોની જાત પતંગ ચગાવવા માટે ઉપયોગમાં લેવાય છે.

પતંગ ઉત્‍સવના દિવસની આગલી રાત્રે પતંગ રસિયા પતંગની ખરીદી કરવા પતંગ બજારમાં નીકળી પડે છે. આખી રાત પતંગ ખરીદીનો માહોલ સમગ્ર શહેરોમાં જોવા મળે છે. વિવિધ પ્રકારના, વિવિધ રંગો અને આકારના પતંગો ખરીદવા માટે બાળકો-યુવાનોનમાં ઉત્‍સાહ-આનંદ અનેરો જોવા મળે છે. પતંગ બજારમાં અકલ્‍પનિય માહોલ જોવા મળે છે.



નવરાત્રી


દીપાવલી


પતંગ ઉત્‍સવ


શીવરાત્રી


ધૂળેટી


જન્‍માષ્‍ટમી


Ganesh Chaturthiગણેશોત્‍સવ


મહોરમ

ગુજરાત પ્રવાસન નિગમ પતંગ મહોત્‍સવની ઉજવણીનું આયોજન કરે છે. પતંગ ઉત્‍સવ રાષ્‍ટ્રીય પર્વ તરીકે જાહેર થયેલું છે. આ પતંગ મહોત્‍સવ પ્રસંગે ગુજરાત પ્રવાસીઓ માટે ધ્‍યાનાકર્ષણનું કેન્‍દ્ર બની રહે છે. વૈશ્વિક રોકાણકાર સુમિત તેમજ વાયબ્રન્‍ટ ગુજરાતના કાર્યક્રમોનું આયોજન આ પર્વ સાથે સાંકળી લઇ ઉત્‍સવ સાથે આર્થિક વિચાર ગુજરાતે રજૂ કરી તેમાં સકારાત્‍મક પરિણામો હાંસલ કરેલા છે. સન ૨૦૦૩ થી ‘વાયબ્રન્‍ટ’ શબ્‍દ ગુજરાતની ઓળખ આપે છે. ગુજરાતે દેશ અને વિદેશોમાં તેની વિશ્વસનીયતા ‘વાયબ્રન્‍ટ’ થકી ઊભી કરી છે.

વૈશ્વિક આર્થિક મંદીના માહોલ વચ્‍ચે પણ ગુજરાતે ૨૦૦૯ માં વૈશ્વિક રોકાણકાર સુમિત અન્‍વયે ૧૩ મી જાન્‍યુઆરીના રોજ અમદાવાદ ખાતે ૧૨ લાખ કરોડ ઉપરાંતના સમજૂતી કરારો થયા હતા. જેમાં ૨૫૦૦ કરતા પણ વધુ કરારો વિવિધ ક્ષેત્રો માટે હતા. રાજ્ય સરકાર અને જે તે રોકાણકારો સાથે થયા હતાં. આ સમજૂતી કરારો ઉપરથી રાજ્યમાં અંદાજે ૨૫ લાખથી પણ વધુ રોજગારીની તકો ઊભી થશે. છેલ્‍લાં ત્રણ વર્ગના વાયબ્રન્‍ટ ગુજરાત સુમિત એ વર્ગનું વર્ષ ૨૦૦૩, ૨૦૦૫ અને ૨૦૦૭ માં કુલ રૂપિયા ૬.૩૪ લાખ કરોડથી પણ વધુ રોકાણ માટેના સમજૂતી કરારો થયા હતાં. જેની સામે છેલ્‍લે વર્ષ ૨૦૦૯ માં ગુજરાતમાં રોકાણ માટે અંદાજીત ૧૨ લાખ કરોડના સમજૂતી કરારો કરવામાં આવ્‍યાં હતાં.



http://www.gswan.gov.in, Gujarat State Wide Area Network Vibrant Gujarat Gujarat Tourism : External website that opens in a new window http://india.gov.in, The National Portal of India https://www.digitalgujarat.gov.in/, Digital Gujarat

gujaratindiagujaratindia