www.gujaratindia.com - Official Portal of Gujarat Government

સમગ્ર
ગુજરાત વિષે

મુખપૃષ્ઠસમગ્ર ગુજરાત વિષેગુજરાત પ્રવાસનગ્રંથાલયો

ગ્રંથાલયો

માનવીનાં અંતઃમનને જોવા માટેનું સાધન પુસ્‍તક છે. વિવેક અને દક્ષતા કેળવવાની ચાવી પુસ્‍તક છે. ‘જ્ઞાન એ ઊર્જા છે.’ મનની ફળદ્રુપતા માટે વાચન જરૂરી છે. વાચન વ્‍યક્તિને સમૃદ્ધ બનાવે છે.

પુસ્‍તકનું વાચન વિચારોની ભૂખ ઉઘાડે છે. પુસ્‍તક થકી તમે ઇચ્‍છિત વસ્‍તુ મેળવી શકો છો. જ્ઞાનની ઊર્જાના પર્યાય એવા પુસ્‍તકને તમે તમારી સાથે રાખી ગમે ત્‍યાં જઇ શકો છો. સામાજીક વિકાસમાં ગ્રંથાલયોનો સિંહ ફાળો હોય છે. સમાજના વિકાસ માટે પુસ્‍તકોનું વાચન સમાજ માટે અગત્યનું છે.
માહિતીના સ્‍ત્રોત રૂપે ગ્રંથાલયો :
ગ્રંથાલયો ગુજરાતમાં પાયાનું કામ કરે છે. આપણા વૈભવપૂર્ણ વારસાને અક્ષરદેહે પુસ્‍તકમાં પરિવર્તિત કરવામાં આવ્યો અને તે પુસ્‍તક ગ્રંથાલયોમાં આવે છે. આ પુસ્તકો સૌ કોઇ માટે ગ્રંથાલયોમાં ઉપલબ્‍ધ બને છે. પુસ્‍તકો ભૂતકાળ અને વર્તમાનકાળની માહિતી એકઠી કરી ભવિષ્‍ય માટે યોજના તૈયાર કરે છે. ગુજરાતનો ભવ્‍ય અને ગૌરવપૂર્ણ ઇતિહાસ પુસ્‍તકાલયોમાંથી મળી આવે છે. પુસ્‍તકો, સંદર્ભ સામગ્રી, ભાષાના પુસ્‍તકો, સંચાલનના પુસ્‍તકો વગેરે સામગ્રીથી સમૃદ્ધ એવા ગુજરાતના સુસજ્જ પુસ્‍તકાલયો માહિતીની સમૃદ્ધિ ફેલાવે છે.

માહિતીના સ્‍ત્રોત એવી પત્રિકા, પુસ્‍તકો, અખબારો, ચિત્રપટ, ફોટોગ્રાફસ અને નકશા ઉ૫રાંત ઓડિયો - વીડિયો ઉપકરણો, કમ્‍પ્‍યુટર અને ઇન્‍ટરનેટ સાધનો દ્વારા આજના સમયની માંગ મુજબ માહિતીનો વ્‍યાપ પુસ્‍તકાલયો દ્વારા થઇ રહ્યો છે. પુસ્‍તકાલયો દેશના નાગરિકને તેની સંસ્‍કૃતિથી પરિચિત તો કરાવે છે. સાથે સાથે વિશ્વની સભ્‍યતાથી માહિતગાર કરે છે.
સંસ્‍કૃતિના વિકાસમાં સાક્ષરતાનો ફાળો :
છેલ્‍લાં ઘણા વર્ષોથી ગુજરાતમાં સામાજીક ચેતના ઊભી કરવાનો અભિગમ સ્‍વીકારાયો છે. જેમાં વાચન મહત્‍વનું પરિબળ છે. શિક્ષણનું સ્‍તર ઊંચું લાવવામાં તેમજ અવકાશના સમયગાળામાં વાચનની અમાપ તકો પુસ્‍તકાલયો પુરી પાડે છે.

નવી તકનિકીમાં આવેલી ક્રાંતિ, પુસ્‍તકોની બાંધણીમાં તથા મોટાપાયે છપાતા પુસ્‍તકોએ વાચન ભૂખ ઉઘાડી અને સમાજના મોટા વર્ગમાં સાક્ષરતા અને જાગૃતતા ઊભી કરી. ખાસ કિસ્‍સામાં ગ્રામિણ વિસ્‍તારોમાં જાહેર પુસ્‍તકાલયોએ પુસ્‍તકોના વાચનની સાથે પ્રવૃત્તિનો વ્‍યાપ વધાર્યો છે. પુસ્‍તકાલયોના માધ્‍યમથી માહિતી દ્વારા સાંસ્‍કૃતિક બળ ચેતનવંતુ બન્‍યું છે. પ્રાદેશિક પુસ્‍તકાલયો ગ્રામિણ સ્‍તરે કાર્યરત બનતા રાજ્યમાં સાક્ષરતાનો વિકાસ વધ્‍યો.
શિક્ષણમાં પુસ્‍તકાલયનો ફાળો :
વાચન પ્રવૃત્તિ આનંદપ્રમોદ માટે હોઇ શકે અથવા શિક્ષણ અને માહિતી જ્ઞાનના આદાન-પ્રદાન માટે હોઇ શકે. ગુજરાતમાં ‘જ્ઞાન’ એક શક્તિ છે. પુસ્‍તકાલયોમાં વાચકને સભ્‍યપદ આપવામાં આવે છે. તથા નિઃશૂલ્‍ક વાચન સગવડો ઊભી કરવામાં આવી છે. પુસ્‍તકાલયો સમાજમાં સાંસ્‍કૃતિક આયોજનના ભાગરૂપે વિચાર-વિમર્શ, વાચન સામગ્રી, શિક્ષણ હરિફાઇ તેમજ દ્રશ્‍ય-શ્રાવ્‍ય માધ્‍યમ દ્વારા શિક્ષણ અને જ્ઞાનનો વ્‍યાપ વધારે છે. પુસ્‍તકાલયોમાં લેખન, કવિ તથા વિવેચકોના મેળાવડા યોજી આ પ્રવૃત્તિને વેગ આપવાનો અભિગમ ગુજરાતે અપનાવ્‍યો છે.
ગુજરાતમાં ગ્રંથાલયો :
ઇ.સ. ૧૯૩૯માં ગુજરાત પુસ્‍તકાલય મંડળની સ્‍થાપના થઇ. મંડળ પાસે બે ગ્રંથાલયો હતા તેમાંનું એક ગ્રંથાલય અમદાવાદ ખાતે મધ્‍યસ્‍થ લાયબ્રેરી ગૂજરાત વિદ્યાપીઠ ખાતે આવેલી છે. જે સ્‍વાયત સંસ્‍થા દ્વારા તેનું સંચાલન થાય છે, બીજું પુસ્‍તકાલય વડોદરા સ્‍થિત વડોદરા મધ્‍યસ્‍થ પુસ્‍તકાલય જેનું સંચાલન ગુજરાત રાજ્યના પુસ્‍તકાલય નિયામક દ્વારા છે. ગુજરાતમાં રાજ્ય સ્‍તરના અને પ્રાદેશિક કક્ષાના ઘણા પુસ્‍તકાલયો આવેલા છે. જેમાં કેટલાક પુસ્‍તકાલયો સંસ્‍થાકીય તો કેટલાક ખાનગી પુસ્‍તકાલયો છે. પુસ્‍તકાલયો દ્વારા સમાજમાં સાક્ષરતા દર વધારવાનો પ્રયાસ થઇ રહ્યો છે.
ઇ-લાયબ્રેરી
રાજ્યમાં મુખ્‍ય શહેરોના ગ્રંથાલયો ઇ-લાયબ્રેરીની સવલતો સાથે સુસજ્જ બનાવાઇ છે. ઇ-લાયબ્રેરી સંદર્ભગ્રંથો, સીડી-ડીવીડી, શૈક્ષણિક પુસ્‍તકો, સામાયીકો, ઇન્‍ટરનેટ સર્ફિંગની સવલતો સાથે સાથે સંદર્ભ સાહિત્‍ય ઇન્‍ટરનેટ મારફતે એકત્રિત કરી શકાય તેવા પ્રકારની સગવડો ઉપલબ્‍ધ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ, બાળકો અને મહિલાઓ માટે ઇ-લાયબ્રેરીમાં ખાસ સવલતો ઉપલબ્‍ધ કરવામાં આવી છે. ઉપરાંત સંશોધન માટેની પણ વ્‍યવસ્‍થા ઇ-લાયબ્રેરીમાં કરવામાં આવી છે.
ગુજરાતમાં આવેલા પુસ્‍તકાલયોનું વર્ગીકરણ
રાજ્ય / સરકારી પુસ્‍તકાલયો
પ્રાદેશિક પુસ્‍તકાલયો
નગરપાલિકા પુસ્‍તકાલયો
ગ્રામ્‍ય પુસ્‍તકાલયો
બાળ પુસ્‍તકાલયો
મહિલા પુસ્‍તકાલયો
અમદાવાદ સ્‍થિત નામાંકીત પુસ્‍તકાલયો ગુજરાત યુનિવર્સિટી
એમ. જે. ગ્રંથાલય
બ્રિટિશ પુસ્‍તકાલય
ગુજરાત યુનિ. પુસ્‍તકાલય
આઇ. આઇ. એમ. લાયબ્રેરી
ગુજરાત વિદ્યાપીઠ
મધ્‍યસ્‍થ ગ્રંથાલય (આઇ.આઇ.એમ., એ.એમ.એ. પુસ્‍તકાલય)
મેપ : ગુગલ
Border
એમ. જે. ગ્રંથાલય
Border
શહેર અને જિલ્લા પુસ્તકાલય
Border
ગૂજરાત વિદ્યાપીઠ
Border
વિક્રમ સારાભાઇ પુસ્‍તકાલય
રાજ્યમાં વિભિન્‍ન પુસ્‍તકાલયોમાંથી વાચકોને ઇસ્‍યુ કરેલા પુસ્‍તકોની વિગત
૨૦૦૫ ગુજરાત યુનિવર્સિટીઃ ૫૪૨૬ પુસ્‍તકો, ગૂજરાત વિદ્યાપીઠઃ ૫૧૦૬૦ પુસ્‍તકો, એમ. જે. પુસ્‍તકાલયઃ ૧૭૫૦૦૦ પુસ્‍તકો
૨૦૦૬ ગુજરાત યુનિવર્સિટી ગ્રંથાલયઃ ૫૫૮૮ પુસ્‍તકો, ગુજરાત વિદ્યાપીઠઃ ૫૦૫૮૪ પુસ્‍તકો, એમ. જે. પુસ્‍તકાલયઃ ૧૭૫૦૦૦
૨૦૦૭ - ૦૮ગુજરાત યુનિવર્સિટી ગ્રંથાલયઃ ૫૬૦૦, ગુજરાત વિદ્યાપીઠઃ ૫૪૬૪૪ એમ. જે. પુસ્‍તકાલયઃ ૧૭૫૦૦૦
ગ્રંથાલયોની કામગીરી :
જ્ઞાન અને કૌશલ્‍યનો વિકાસ કરવોબાળકોને જીવનના પાઠ શિખવવાની તકો અને સંભાવના
શિક્ષણમાં સહયોગ સુયોગ્‍ય અને સુનિશ્ચિત માળખામાં માહિતીનું આદાનપ્રદાન
સ્‍વાસ્‍થ્‍ય સુખાકારી અને માનવકલ્‍યાણ માટે સહયોગઇન્‍ટરનેટ સુવિધા, તમામ ક્ષેત્રો માટે સલાહ-સૂચન
મહિલાઓ માટે સહયોગ
ગુજરાતમાં પુસ્‍તકાલયોનો પ્રારંભ
૧૮૫૦ સૂરત ખાતે જિલ્‍લા ગ્રંથાલય ટાઉનહોલમાં સ્‍થપાયું
૧૮૫૫ ભરૂચ ખાતે રાયચંદ દીપચંદ ગ્રંથાલયની સ્‍થાપના
૧૮૫૬ રાજકોટ ખાતે ગ્રંથાલયની સ્‍થાપના
૧૮૫૮ ટ્રસ્‍ટ હાઉસ, ભરૂચ ખાતે જિલ્‍લા ગ્રંથાલયની સ્‍થાપના
૧૮૬૬ પંચમહાલ, ગોધરા ખાતે જિલ્‍લા ગ્રંથાલય
૧૮૬૭ જૂનાગઢમાં સરકારી ગ્રંથાલયનો પ્રારંભ
૧૮૬૮ નગર ગ્રંથાલય, રાજકોટ ખાતે
૧૮૭૦ આપારાવ ભોલાનાથ ગ્રંથાલય, અમદાવાદ
૧૮૭૨ ઓલ્‍ડ હાઉસ ખાતે જિલ્‍લા ગ્રંથાલય, અમદાવાદ
૧૮૭૩ અમરેલીમાં જૂના મકાનમાં પુસ્‍તકાલયની સુવિધા
૧૮૮૨ ભાવનગર ખાતે બારટોન પુસ્‍તકાલય
૧૮૯૨ નડિયાદ ખાતે દેહી લક્ષ્‍મી એ પુસ્‍તકાલયની સ્‍થાપના કરી.
૧૯૦૫ ખેડા જિલ્‍લામાં જૂના મકાનમાં પુસ્‍તકાલયનો પાયો નંખાયો.
૧૯૧૦ વડોદરા જિલ્‍લામાં જૂના મકાનમાં પુસ્‍તકાલયની સ્‍થાપના થઇ.
૧૯૧૩ મેડૂન પુસ્‍તકાલય જિલ્‍લા પુસ્‍તકાલય
૧૯૪૨ સાબરકાંઠા, હિમ્‍મતનગર ખાતે ભાડાના મકાનમાં પુસ્‍તકાલયની શરૂઆત
૧૯૫૬ જામનગર અને રાજકોટ જિલ્‍લામાં મકાન ખરીદી પુસ્‍તકાલયની શરૂઆત થઇ.
૧૯૫૮ જૂનાગઢ અને સુરેન્‍દ્રનગર ખાતે મકાન ખરીદી પુસ્‍તકાલયની શરૂઆત થઇ
૧૯૫૯ ભાવનગર ખાતે મકાન ખરીદી પુસ્‍તકાલયની શરૂઆત થઇ.
ગુજરાતના સાર્વજનિક પુસ્તકાલયોની યાદી
GSWAN Gujarat Tourism Vibrant Gujarat India.gov.in Apply for PAN Card Online

gujaratindiagujaratindia