www.gujaratindia.com - Official Portal of Gujarat Government

સમગ્ર
ગુજરાત વિષે

મુખપૃષ્ઠસમગ્ર ગુજરાત વિષેકળા સંસ્‍કૃતિ અને જીવનશૈલીનૃત્‍ય અને સંગીત

નૃત્‍ય અને સંગીત

ગુજરાતમાં સંગીત દેવદૂતોના શબ્‍દ સમાન હોય છે.  

ગુજરાત તેના પારંપરિક સંગીત અને નૃત્‍ય માટે ખાસ્‍સું જાણીતું છે. ગરબા, ગરબી, રાસ જેવા નૃત્‍ય અને સંગીત ગુજરાતની ઓળખાણ છે અને જે પ્રવાસીઓને આકર્ષે છે. રાસ અને ગરબા ભગવાન કૃષ્‍ણની પરંપરાના પ્રતીક છે. જે ગોકુલમાં વાંસળી વગાડતા અને તેની ચારેબાજુ ગોપીઓ નૃત્‍ય કરતી હતી.

ગુજરાતના ગીતા, સંગીત અને તેના પ્રકારોમાં ખાસી વિવિધતા અને સર્જનાત્‍મકતા જોવા મળે છે.

જુદા - જુદા ભક્તિ ગીતો વૈષ્‍ણવ સંપ્રદાયના ગુજરાતમાં ખાસ્‍સાં પ્રખ્‍યાત છે. ચારણ અને ગઢવી સમાજના ગીતો પણ ગુજરાતમાં પ્રખ્‍યાત છે. જે ગુજરાતની સંસ્‍કૃતિ અને પરંપરાની ઓળખાણ કરાવે છે.

ગુજરાતમાં લગ્‍ન ગીતો, જન્‍મગીતો, મરણગીતો, ઉત્‍સવના ગીતો વગેરે પ્રકારના ગીતો ગવાય છે.

ગુજરાત પાસે પોતાનું વાદ્ય છે અને તેના દ્વારા ગુજરાત પોતાની ઓળખાણ ઊભી કરે છે. તુરી, બુંગલ, પાવા અને જેવા બીજા હવાના વાદ્યો ગુજરાતમાં આવેલ છે. વળી રવન હાથો, એકતારો, જંતર જેવા તારના વાદ્યો તથા મંજીરા અને તબલા પણ ગુજરાતના વાદ્યો છે. ટોડી, બીલાવલ (વેરાવળ), સોરઠી (સોરઠ), ખંભાવતી (ખંભાત કૅમ્‍બે), આહીરી અને લાટી વગેરે જુદા જુદા રાગે ગુજરાતમાં લોકગીતો ગવાય છે. જે ભારતીય પરંપરામાં ગુજરાતની ઓળખાણ ઊભી કરે છે.







ભવાઇ-લોકનાટ્ય


નૃત્‍ય


ગરબા અને રાસ


હલિસાકા

દોહા, સોરઠા, ચાંદ, બિલાડ જેવા સંગીતો મુખ્‍યત્‍વે સૌરાષ્‍ટ્રના વિસ્‍તારોમાં જોવા મળે છે.


ભજન અને હવેલી સંગીત ગુજરાતના ધાર્મિક ગીતો છે.


ફેકટોપેડિયા
મહારાજા સયાજીરાવ ગાયકવાડ જેમણે વડોદરા પર ૧૯૪૭ સુધી શાસન કર્યું, તેમણે ગુજરાતી સંગીતને વધારો આપવા માટે પ્રોત્‍સાહિત કર્યા હતાં અને તેમણે આર્ટ અને સંગીત શિક્ષા માટે પણ કામ કર્યું હતું. મધ્‍ય ગુજરાતમાં ૧૮૭૯ થી ઉસ્‍તાદમૌલા બક્ષ અને ભારતીય સંગીત શીખવા માટે અકાદમી બનાવી હતી. આ અકાદમી પાછળથી મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીનો ભાગ બની જે વડોરદામાં આવેલ છે. ભારતીય શાસ્‍ત્રીય સંગીત (તબલા)નો વિભાગ સૌથી મોટો વિભાગ છે. જે જ્ઞાન શાળા કહેવાય છે. ૧૮૮૬ માં બરોડના મહારાજાએ તેમને ભારતીય શાસ્‍ત્રીય સંગીત (તબલા) ના કળા કેન્‍દ્રમાં બદલ્‍યું.

ઉસ્‍તાદ અબ્‍દુલ કરીમખાન, ઉસ્‍તાદ હઝરત ઇનાયત ખાન, ઉસ્‍તાદ ફૈયાઝખાન, પંડીત ઓમકારનાથ ઠાકુર અને તેમના જેવા બીજા મહાન સંગીતકારોને વડોદરાના દરબારમાં સ્‍થાન હતું. ઇ.સ. ૧૯૧૪ માં વડોદરરામાં મહારાજા સયાજીરાવ ગાયકવાડે અખિલ ભારતીય સંગીત સંમેલન યોજ્યું હતું.

ગુજરાતમાં નવરાત્રી તહેવાર ધાર્મિક ભાવના સાથે ઉજવવામાં આવે છે. જેની નોંધ સમગ્ર વિશ્વ લે છે. નવ દિવસ ચાલતો આ તહેવાર દરેક જાતિ, ઉમર, રંગના લોકો સાથે મળીને ગુજરાતમાં ઉજવે છે. ગુજરાતમાં રહેતા અને બિન રહેવાસી ગુજરાતીઓ પણ આ તહેવાર માણે છે. તહેવારનું સંગીત અને નૃત્‍ય ગુજરાતની સાંસ્‍કૃતિ વારસાની ઝાંખી આપે છે. તહેવાર દરમિયાન ગવાતા ગીતો ભગવાન કૃષ્‍ણ કે ‘માં’ દુર્ગાના માનમાં ગવાય છે.


નવાયુગમાં પોપ સંસ્‍કૃતિ ગુજરાતના યુવાનોને ખૂબ જ આકર્ષિત કરે છે. ક્રિસમસ અને નવાવર્ષે પણ ગુજરાતમાં ઉત્‍સાહભેર મનાવાય છે. પશ્ચિમી સંગીત, પોપ, હિપ-હોપ અને ઝાઝ સંગીત અહીં ઇન્‍ડિપોપ, હીપહોપ, પંજાબી ભાંગડા વગેરે યુવાનો વચ્‍ચે આકર્ષણ જમાવે છે. ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદમાં કેટલાય કલાકારોના જીવંત કાર્યક્રમ થાય છે.


ગુજરાતનો સમૃદ્ધ પરંપરા અને સંસ્‍કૃતિ આજે પણ જીવંત છે.


GSWAN Gujarat Tourism Vibrant Gujarat India.gov.in Apply for PAN Card Online

gujaratindiagujaratindia