www.gujaratindia.com - Official Portal of Gujarat Government

સમગ્ર
ગુજરાત વિષે

મુખપૃષ્ઠસમગ્ર ગુજરાત વિષેગુજરાત પ્રવાસનધાર્મિક સ્‍થાનો

ધાર્મિક સ્‍થાનો


ધર્મમાં આસ્થા એ એવો દીવો છે જે અંધકારને વિખેરી તો નાંખે છે સાથે જ્ઞાનનું અજવાળું ફેલાવે છે. શ્રદ્ધા ટકાવી રાખો...

ગુજરાતમાં ધાર્મિક - પ્રવાસનનો વ્‍યાપ ઘણો છે. સર્વધર્મો અને સંપ્રદાયને એકબીજા પ્રત્‍યે સદભાવના, પ્રેમભાવ, સહિષ્ણુતા અને એકતા તેનું મુખ્‍ય કારણ છે. ગુજરાતમાં હિન્‍દુધર્મો, જૈનધર્મ અને બૌદ્ધ ધર્મ મુખ્‍ય છે. મુસ્‍લિમ, ખ્રિસ્‍તી, પારસી, સિંધી ઉપરાંત અન્‍ય ઘણા ધર્મો અને સંપ્રદાય પ્રત્‍યે શ્રદ્ધા ધરાવતો મોટો વર્ગ સમગ્ર ગુજરાતમાં પથરાયેલો છે.

પૌરાણિક સમયથી ગુજરાત મંદીરોની ભૂમિ રહી છે. બાર જ્યોર્તિલિંગોમાંનું સૌ પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મંદીર ગુજરાતમા આવેલું છે. ભગવાન શ્રી શીવજીનું શાશ્વત અનાદી સ્‍વરૂપ સોમનાથ મંદીર ૨૦મી સદીના અંતમાં નિર્માણ પામ્‍યું. પૌરાણિક કથા અનુસાર મહાભારતના સમયમાં સોમેશ્વર મહાદેવ તરીકે પ્રચલિત હતું. ભગવાન સોમનાથ દિવ્‍ય અનુભૂતિ આપતાં દરેક યુગમાં જુદા જુદા નામોથી પ્રચલિત હતાં. સતયુગમાં ભૈરેશ્વર, ત્રેતાયુગમાં સર્વનિકેશ્વર અને દ્વાપરયુગમાં શ્રીગલતેશ્વરના નામથી પ્રચલિત હતાં.

પર્વતોના શિખરે બિરાજમાન આરાસુરના મા અંબાજી, પાવાગઢમાં મા કાલિકા, જૈનોના તીર્થકર સ્‍વામી મહાવીર પાલિતાણામાં શિખરો તળેટી, કંદરાઓમાં ઐતિહાસિક અને ધાર્મિક સ્‍વરૂપો શોભાયમાન છે. ગુજરાતમાં પાલિતાણા જૈન ધર્મનું મુખ્‍ય સ્થાનક છે. કુલ ૮૬૩ જેટલાં નાના-નાના દેરાસરોથી સમગ્ર પાલિતાણા જૈન યાત્રાળુઓ માટે આસ્થાનું સ્‍થળ છે. આરસપહાણના પત્‍થરોને કલાત્‍મક રીતે કંડારી સ્‍થાપત્‍યના બેનમૂન સ્‍થાપ્ત્યો પાલિતાણામાં જોવા મળે છે.


ગુજરાતમાં અન્‍ય મહત્‍વના ધાર્મિક સ્‍થળો :

અક્ષરધામ મંદીરગિરનારનું મંદીર
અંબાજી મંદીરપાલિતાણાના મંદીરો
ડાકોર મંદીરસોમનાથ મંદીર
દ્વારકાસૂર્ય મંદીર
પાવાગઢ મંદીર







http://www.gswan.gov.in, Gujarat State Wide Area Network Gujarat Tourism : External website that opens in a new window http://india.gov.in, The National Portal of India https://www.digitalgujarat.gov.in/, Digital Gujarat

gujaratindiagujaratindia