www.gujaratindia.com - Official Portal of Gujarat Government

સમગ્ર
ગુજરાત વિષે

મુખપૃષ્ઠસમગ્ર ગુજરાત વિષેગુજરાત પ્રવાસનધાર્મિક સ્‍થાનોસોમનાથ મંદીર

સોમનાથ મંદિર

સોમનાથ મંદિર ભારતનું એક અગત્‍યનું યાત્રાધામ છે જેનું નિર્માણ ઇ.સ. ૧૯૫૦માં કરવામાં આવ્‍યું હતું. સોમનાથ મંદિરનો સાત વખત જીર્ણોદ્ધાર કરવામાં આવ્‍યો છે. ભગવાન સોમનાથ ભૈરવેશ્વર સત્‍યુગમાં ,શ્રવણીકેશ્વર ત્રેતાયુગમાં અને શ્રીગલેશ્વર દ્વાપર યુગમાં ના નામે ઓળખાય છે.

પુરાણકથા અનુસાર સોમે (ચંદ્ર) આ મંદિર સોનાવડે બનાવેલ, રાવણે ચાંદીમાં, શ્રીકૃષ્‍ણે (લાકડામાં) અને રાજા ભીમદેવે પથ્‍થરોથી મંદિર બનાવેલ હતું. સોમ (ચંદ્ર) એ આ મંદિર ભગવાન શિવના શ્રાપમાંથી મુક્ત થવા માટે બનાવ્‍યું હતું. જે શ્રાપ તેમના સસરા દક્ષ પ્રજાપતિએ આપ્‍યો હતો.

ચંદ્ર પોતાની ૨૬ પત્‍નીમાંથી રોહીણીને નજર અંદાજ કરતો હતો તે કારણે ગુસ્‍સે ભરાઇને તેમના સસરાએ તેમને શ્રાપ આપ્‍યો હતો. બ્રહ્મદેવે આ શ્રાપમાંથી બચવા માટે ભગવાન શિવનું મંદિર બાંધવાની સલાહ આપી હતી.


કેવી રીતે પહોંચશો - સોમનાથ
નજીકનું હવાઇમથક કેશોદ (૧૨૫ કિ.મી.)


નજીકનું રેલ્‍વે સ્‍ટેશન વેરાવળ ૫ કિ.મી.ના અંતરે


જુદી જુદી પરિવહન વ્‍યવસ્‍થા ગુજરાતમાં જુદા જુદા સ્‍થળોથી મળી રહે છે.

જે પહેલી વખત બનાવવામાં આવેલ મંદિર હતું. જે વિશાળ મેદાનમાં ફેલાયેલું હતું. તેમાં પ્રાર્થના ખંડ, નૃત્‍ય ગૃહો ત્‍યારબાદ બનાવવામાં આવ્‍યા હતાં. મંદિરનું બાંધકામ સોલંકી શૈલીમાં કરવામાં આવ્‍યું હતું.

મંદિરની ઉંચાઇ ૧૫૫ ફૂટ છે. મંદિરના શિખર કળશનું વજન ૧૦ ટન છે. ધજાની લંબાઇ ૩૭ ફૂટ છે. આ માહીતી મંદિરની ભવ્યતાને ઉજાગર કરે છે. મોઘલચુગમાં મંદિર મોહંમદ ગજનીના આક્રમણનું કેન્‍દ્ર બન્‍યું હતું. વળી, સુલતાન અલાઉદ્દીન અને મોહંમદ બેગડા એ પણ તેના પર આક્રમણ કર્યું હતું.

ગુજરાતને મરાઠા દ્વારા જીતી લીધા બાદ રાણી અહલ્‍યાબાઇના કહેવાથી મંદિરનું નવનિર્માણ કરવામાં આવ્‍યું હતું.

મંદિર દક્ષિણ દિશામાં આવેલું છે અને તે દિશા-સૂચક પણ છે.

મંદિરની નજીક દેહોત્‍સગ (બાલ્‍ક તીર્થ) જ્યાં શ્રીકૃષ્‍ણ ભગવાને પોતાનો દેહોત્સર્ગ કરેલો. તપસ્વીઓ પણ અહીં પધારતાં. હિરણ્ય, સરસ્‍વતી અને કપિલા નદીઓ પાસે આવેલ છે. વળી પ્રભાત પાટણમાં વલ્‍લભાચાર્યની બેઠક આવેલી છે.

અક્ષરધામ મંદિરગિરનાર મંદિર
અંબાજી મંદિરપાલિતાણા મંદિર
ડાકોર મંદિરસોમનાથ મંદિર
દ્વારકાધિશ મંદિરસૂર્ય મંદિર
પાવાગઢ મંદિર









http://www.gswan.gov.in, Gujarat State Wide Area Network Vibrant Gujarat Gujarat Tourism : External website that opens in a new window http://india.gov.in, The National Portal of India https://www.digitalgujarat.gov.in/, Digital Gujarat

gujaratindiagujaratindia