www.gujaratindia.com - Official Portal of Gujarat Government

સમગ્ર
ગુજરાત વિષે

મુખપૃષ્ઠસમગ્ર ગુજરાત વિષેગુજરાત પ્રવાસનધાર્મિક સ્‍થાનોસૂર્ય મંદીર

સૂર્ય મંદિર

ઇ.સ. પૂર્વે ૧૦૨૬-૨૭માં પાટણના રાજવી ભીમદેવ પહેલાના શાસન દરમિયાન સૂર્ય મંદિરનું નિર્માણ થયું હતું. આ મંદિર ભગવાન આદિત્‍ય અથવા સૂર્યનારાયણનું સ્‍થાનક છે. વિતેલા વર્ષોના સ્‍થાપત્‍યકલાનો અદ્દભૂત નમૂનો એવા સૂર્ય-મંદિર ભવ્‍યતાપૂર્ણ સ્‍થાપત્‍યને પ્રતિબિંબિત કરે છે. મોઢેરા સ્‍થિત સૂર્ય મંદિરનું નિર્માણ ભૌગોલિક સંરચના સાથે તાલબધ્‍ધ છે. જેમાં સૂર્યના વિષુવવૃત્તિય ક્ષેત્રના આગમન સમયે સૂર્યની અવર્ણનીય છબી તેના ગર્ભગૃહમાં માણી શકાય છે.

પ્રવાસન કાર્યક્રમ અંતર્ગત મોઢેરા સ્‍થિત સૂર્ય મંદિર પ્રવાસીઓની અન્‍ય સગવડો જેવી કે સંગ્રહાલય ખાણીપીણીનું બજાર, ચિત્રોની ગેલેરી અને પુસ્‍તકાલય ઉપરાંત આનંદપ્રમોદ માટેની સગવડો ઉપલબ્‍ધ બનાવી છે.

ભીંત ચિત્રોમાં રામાયણકાલિન અને મહાભારતકાલિન પ્રસંગોનું ચિત્રણ કરવામાં આવ્‍યું છે. જે તે સમયની પ્રચલિત જીવનશૈલી અને દેવી-દેવતાઓની મૂર્તિઓ દ્રશ્‍યમાન થાય છે. જેમાં ત્રણ હાથ, ત્રણ પગ અને ધડવાળી કૃતિ ધ્‍યાનાકર્ષક છે.

મહંમદ ગજનીએ આ મંદિર પર આક્રમણ કરી વિધ્‍વંશ કર્યો હતો.

સૂર્ય મંદિર પહોંચવાનો માર્ગ
નજીકનું હવાઇ મથક અમદાવાદ ૧૦૨ કિ.મી. ના અંતરે


નજીકનું રેલવે સ્‍ટેશન મહેસાણા


અમદાવાદથી અંદાજે ૧૦૨ કિ.મી.ના અંતરે આવેલ સૂર્ય મંદિર ર કલાકની રોડ મુસાફરી. રાજ્ય પરિવહન તેમજ ખાનગી રાજ્યના તમામ પથકોથી બસ સેવાઓ ઉપલબ્‍ધ હોય છે.

સૂર્ય મંદિર સાથે ‘સૂર્યકાંડ’ - રામકાંડની ૧૦૮ રચના નાની દેરીઓ બનાવી તેમાં આલેખાઇ છે.

અક્ષરધામ મંદિરગિરનાર મંદિર
અંબાજી મંદિરપાલિતાણા મંદિર
ડાકોર મંદિરસોમનાથ મંદિર
દ્વારકાધીશ મંદિરસૂર્ય મંદિર
પાવાગઢ મંદિર









http://www.gswan.gov.in, Gujarat State Wide Area Network Vibrant Gujarat Gujarat Tourism : External website that opens in a new window http://india.gov.in, The National Portal of India https://www.digitalgujarat.gov.in/, Digital Gujarat

gujaratindiagujaratindia