www.gujaratindia.com - Official Portal of Gujarat Government

સમગ્ર
ગુજરાત વિષે

મુખપૃષ્ઠસમગ્ર ગુજરાત વિષેવન્‍યજીવન

વન્‍યજીવન


કોઇપણ રાષ્‍ટ્રની ઓળખ તેના વન્‍યજીવોની તેણે કરેલી માવજત ઉપરથી થાય છે.
પ્રાકૃતિક સૌંદર્ય અને વન્‍ય જીવોની મઝા માણવા માટે ગુજરાત એ સ્‍થાનની ભૂમિ છે. દરેક ઋતુમાં નવપલ્‍લવિત થતાં વૃક્ષો, વિશાળ ફલકમાં પથરાયેલા લીલાછમ ખેતરો અને અમાપ દરિયાઇ સિમાડાથી ઘેરાયેલી ગુજરાતની ભૂમિ પ્રાકૃતિક સંપદાઓ ધરાવતા જંગલોથી ધન્‍ય બની છે. દુર્લભ એવા વન્‍યજીવોના વસવાટની ભૂમિ પર સર્વજીવો રક્ષિત છે. જે વન્‍યજીવની હાજરીથી ગુજરાતની ઓળખ સમગ્ર વિશ્વમા બની છે. તે એશિયાઇ સિંહો ગીરના જંગલોમાં વસવાટ કરે છે. આ સ્‍થળ પ્રવાસન કેન્‍દ્ર તરીકે ઊભરી આવ્‍યું છે.

મોસમના મિજાજ ધારણ કરતાં જંગલોગીર
લીલાછમ ઘાસોથી આચ્‍છાદીત ભૂમિવેળાવદર
વિશાળ પરિદ્રશ્યકચ્છનુ નાનુ રણ
વિશાળ જીવસૃષ્‍ટિની ભૂમિનળ સરોવર
દરિયાઇ ટાપુપીરોતણના ટાપુ
મોસીમ ગીચ જંગલો ડાંગના ઘીચ જંગલો

વન્‍ય જીવોના રક્ષણ માટે તેમજ પ્રવાસીઓના આનંદ-પ્રમોદ માટે ગુજરાત વન્‍યજીવ સૃષ્‍ટિ વસાહતોને રક્ષિત જાહેર કરી છે. જેમાં રાષ્‍ટ્રીય ઉદ્યાનો તથા અભયારણ્યોમાં વન્‍યજીવોની પ્રકૃતિને અનુરૂપ તેના માટેનું પર્યાવરણ અને તેઓને નૈસર્ગિક વાતાવરણ મળી રહે તેવા પ્રયાસો રાજ્ય સરકારે કરેલા છે.


sanctuaries
GSWAN Gujarat Tourism Vibrant Gujarat India.gov.in Apply for PAN Card Online

gujaratindiagujaratindia