www.gujaratindia.com - Official Portal of Gujarat Government

ધંધો-વ્‍યવસાય

મુખપૃષ્ઠધંધો-વ્‍યવસાય માળખાકીય બાંધકામ

માળખાકીય બાંધકામ

ગુજરાત: માળખાકીય સુવિધાઓમાં અગ્રેસર

પબ્‍લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ યોજનાની પહેલ કરતા ગુજરાત રાજ્ય પાસે વિશાળ માળખાકીય સવલતો છે. એશિયાની સૌથી વિશાળ રોકાણની તક ધરાવતા રાજ્‍ય તરીકે ગુજરાત પ્રથમ હરોળમાં સ્થાન ધરાવે છે. ગુજરાત રાજ્‍યે એક કાર્યક્ષમ અને રોકાણકારની જરુરિયાત મુજબની રોકાણ વ્‍યવસ્‍થા ઊભી કરી છે જેના પરિણામ સ્વરુપ શહેરી અને ઓદ્યોગિક ક્ષેત્રના વિકાસને વેગ મળી રહ્યો છે.

ભાવિ વિકાસની નિશ્ચિત સફળતા સાથે ગુજરાતની એક પ્રગતિશીલ રાજ્ય તરીકે સતત ઊભરી રહ્યું છે. ભારતના એક નૂતન રાજ્‍ય તરીકે ગુજરાતના વિકાસનો ઈતિહાસ એક સમૃદ્ધિ-વિકાસના પર્યાય તરીકે બહાર આવ્‍યો છે.

સને ૧૯૬૦માં સ્‍થપાયેલા ગુજરાતમાં તમામ ક્ષેત્રે અસરકારક વિકાસની ગતિ જોવા મળી છે. એક આર્થિક ક્ષેત્રની રીતે ગુજરાત રોકાણકારોના સ્‍વર્ગ તરીકે બહાર આવ્‍યું છે.

સને ૨૦૦૩થી વાયબ્રન્‍ટ શબ્‍દ ગુજરાતની રાષ્‍ટ્રિય અને આંતરરાષ્‍ટ્રિય પ્રતિષ્‍ઠાની ક્ષિતિજોને ગૌરવાન્‍વિત કરી રહ્યો છે. વૈશ્વિક મંદી હોવા છતાં પણ વાયબ્રન્‍ટ ગુજરાત ગ્‍લોબલ ઈન્‍વેસ્‍ટરની સમજૂતિ કરારોમાં રૂપિયા.૧૨ લાખ કરોડના જંગી સૂચિત રોકાણ સાથે અમદાવાદમાં સંપન્ન થઈ. વિવિધ રોકાણકારો દ્વારા ૮૫૦૦ કરતા પણ વધુ સમજૂતી – કરારો કરવામાં આવ્‍યા. આ સમગ્ર સમજૂતી – કરારોના પરિણામ સ્વરુપ રાજ્યમાં આશરે ૨૫ લાખ માનવ રોજગારી ઊભી થવાની શક્‍યતા છે. એવી જ રીતે સને ૨૦૦૩, ૨૦૦૫ અને ૨૦૦૭ની વાયબ્રન્‍ટ મંત્રણાને અંતે ગુજરાતમાં ૬.૩૪ લાખ કરોડના રોકાણનો લાભ થયો છે.જ્‍યારે માત્ર ૨૦૦૯માં જ ૧૨ લાખ કરોડનું જંગી સુચિત રોકાણનો લાભ ગુજરાતને થયો.

ગુજરાત ભારતીય દ્વિપસમુહના પશ્‍ચિમ કિનારે આવેલું રાજ્‍ય છે. ગુજરાત પાસે દેશનો સૌથી લાંબો દરિયા કિનારો છે. એક પ્રાકૃતિક દ્વારના કારણે આજે ગુજરાત અનેક દેશોનું યજમાન બની શક્‍યું છે. એક પ્રકારના ધંધાકીય વાતાવરણ,વિપુલ પ્રમાણમાં પ્રાકૃતિક સ્‍ત્રોત, કૌશલ્‍ય સભર માનવશક્‍તિ, બજારની ઉપલબ્‍ધિ અને સરળ-પારદર્શી વહીવટને કારણે ગુજરાત એક માર્કેટ લિડર તરીકે બહાર આવ્‍યું છે. સ્‍થાયી અમલીકરણને કારણે ગુજરાતના અર્થતંત્રે ૧૫ ટકાના દરે ઓદ્યોગિક વિકાસ સાધ્‍યો છે. જ્‍યારે દેશના કુલ આદ્યોગિક રોકાણમાં ૧૮ ટકા જેટલું રોકાણ ગુજરાતમાં છે.


ગુજરાતમાં માળખાકીય સુવિધાઓમાં અસરકારક નેટવર્ક
ભૌતિક ક્ષેત્રે માળખાકીય સુવિધાટેલિકોમ્‍યુનિકેશન અને આઈટી ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર
સામાજિક ક્ષેત્રે માળખાકીય સુવિધાઔદ્યોગિક ક્ષેત્ર માટેની માળખાકીય સુવિધા
શૈક્ષણિક ક્ષેત્રે માળખાકીય સુવિધા સ્‍પેશ્‍યલ ઈકોનોમિક ઝોન
જળ-સંસાધન ક્ષેત્રે માળખાકીય સુવિધાકેમિકલ અને પેટ્રોકેમિકલ
ઊર્જા ક્ષેત્રે માળખાકીય સુવિધાપ્રવાસન
આંતર-જોડાણ ધરાવતી ગેસ ગ્રીડ અને સુરક્ષાગ્રામ્‍ય અને શહેરી વિકાસ

ગુજરાતના બંદરો
વિકાસ માટે કામ કરતી સરકારી એજન્‍સી કે જે રોડ, પોર્ટસ, પાવર અને ઈન્‍ડસ્‍ટ્રીયલ પાર્ક માટે ગુજરાતે એક વિશાળ ફલક પર યજમાન જેવી ભુમિકા ભજવી છે. આર્થિક વિકાસમાં હંમેશા આગળ રહેનાર ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચરના વિકાસ માટે વિશ્વનું શ્રેષ્‍ઠ ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર પુરું પાડયું છે.

ગુજરાત ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચરલ ડેવલપમેન્‍ટ બોર્ડની સ્‍થાપના સને ૧૯૯૫માં કરવામાં આવી હતી જેના પરિણામ સ્વરુપ રાજ્યની નાની - મોટી માળખાકીય સુવિધાના વિકાસને ગતિ આપવાનું કામ રાજ્ય સરકારે કર્યું છે.
વધારે જાણકારી માટે

http://www.gswan.gov.in, Gujarat State Wide Area Network http://vibrantgujarat.com/, Vibrant Gujarat Gujarat Tourism : External website that opens in a new window http://india.gov.in, The National Portal of India https://www.digitalgujarat.gov.in/, Digital Gujarat

gujaratindiagujaratindia