www.gujaratindia.com - Official Portal of Gujarat Government

ધંધો-વ્‍યવસાય

મુખપૃષ્ઠધંધો-વ્‍યવસાય સ્‍પેશિયલ ઇકોનોમિક ઝોન્‍સ

સ્‍પેશિયલ ઇકોનોમિક ઝોન્‍સ

સ્‍પેશિયલ ઇકોનોમિક ઝોન એક્‍ટ, ૨૦૦૪નો અમલ કરનાર ગુજરાત પ્રથમ રાજય છે. સ્‍પેશિયલ ઇકોનોમિક ઝોન્‍સ વિકાસનો પર્યાય છે એસ. ઇ. ઝેડ. ના પરિણામો ઉત્‍પાદન, નિકાસ અને રોજગારી ક્ષેત્રે જોવા મળે છે. જે રોજગારી ક્ષેત્રે નવી તકોનું નિર્માણ કરે છે. પરિણામે ઉત્પાદન અને નિકાસમાં વૃદ્ધિ જોવા મળે છે. સરકારે અવરોધ મુક્‍ત વ્‍યવસાય નિયમન માટે અને વિકાસને વેગ આપવા માટે માળખાગત સુવિધાઓ પુરી પાડીને એસ. ઇ. ઝેડ. ની યોજનાઓ અમલમાં મુકી છે.

ડ્યુટી-ફ્રી એસ. ઇ. ઝેડ. ની વિશેષતા છે અને એનાથી રાજ્‍યમાં વૈશ્વિક સ્તરના આર્થિક કામકાજો જેવો વેપાર-વણજનો માહૌલ ઊભો થાય છે. સરકારી, ખાનગી કે સંયુક્‍ત ક્ષેત્રે અથવા રાજ્‍ય સરકાર દ્રારા એસ. ઇ. ઝેડ. એકમો ઊભાં કરી શકાય છે.

એસ. ઇ. ઝેડ. માં વ્યવહીરુ મજુર કાયદો અને તેમજ અન્‍ય વિકલ્‍પો સ્વીકારી ઔધોગિક અને શ્રમિકના પાસાંઓને ધ્‍યાનમાં લેવામાં આવ્‍યા છે. ગુજરાત એસ. ઇ. ઝેડ. એક્‍ટ, ૨૦૦૪માં એસ. ઇ. ઝેડ. એકમમાં નોકરી માટે ભરતી અને કર્મચારીને દુર કરવા બાબતે ખાસ પ્રવિધાનો અમલમાં છે.

હંગામી રોજગારનો વિકલ્પ એસ. ઇ. ઝેડ. એક્‍ટમાં આપવામાં આવ્યો છે . જેનાથી અન્‍ય રાજ્‍યોના ઉદ્યોગોની સરખામણીએ કર્મચારી સાથેના ઘર્ષણ ટાળી શકાય અને શ્રમિક દિવસોમાં ઓછામા ઓછો બગાડ થાય.

૩૦.૦૯.૨૦૦૮ સુધીમાં એમ.ઓ.સી.આઇ., નવી દિલ્‍હીએ મંજુર કરેલા ગુજરાતના એસ. ઇ. ઝેડ.
એસ. ઇ. ઝેડ. ની સ્‍થિતિગુજરાત સરકાર દ્વારા
એસ. ઇ. ઝેડ. માટે કુલ જમીન ફાળવણીની દરખાસ્‍ત (હેક્‍ટરમાં)
કુલ
કાયદા પહેલાના કાર્યરત એસ. ઇ. ઝેડ. ૫૦૬.૬૪૦૩
"જાહેર કરાયેલ અને કાર્યરત"૯૮૦૮.૬૨૦૭
મંજુર એસ. ઇ. ઝેડ. ૬૧૧૪.૧૭૧૫
ઔપચારિક મંજુરી મેળવેલા એસ. ઇ. ઝેડ. ૭૭૩૩.૦૯૨૪
સૈદ્ધાંન્‍તિક મંજુરી મેળવેલા એસ. ઇ. ઝેડ. ૫૨૩૧.૪૧૧૧
કુલ૨૯૪૨૩.૮૩૬૦
* LOA issued by GoI to the units in SEZs is considered as Notified and operational *

ક્ષેત્ર પ્રમાણે
એસ. ઇ. ઝેડ. નું વિભાજન:
ઇલેક્‍ટ્રોનિક્‍સ, આઇ.ટી., ઇ.એસ.૧૭
એન્‍જિનિયરિંગ ૧૦
ફાર્મા
કાપડ ઉદ્યોગ

એસ. ઇ. ઝેડ. ની મંજૂરીના ક્ષેત્રો
મલ્‍ટિ-પ્રોડક્‍ટ એસ. ઇ. ઝેડ. ૧૨
ઇલેક્‍ટ્રોનિક્‍સ, આઇ.ટી, ઇ.એસ.૧૭
એન્‍જિનિયરિંગ ૧૦
ફાર્મા
રસાયણ
કાપડ ઉદ્યોગ
બાયોટેક
બંદર આધારિત મલ્‍ટિ પ્રોડક્‍ટ એસ. ઇ. ઝેડ.
ઊર્જા
હિરા-જવેરાત
હસ્‍તકળા
બિન પારંપરિક ઊર્જા
મલ્‍ટિ સર્વિસિઝ (GIFT)
સિરામિક (GIDC)
ગોદામ

કુલ૬૦


એસ. ઇ. ઝેડ. એક્‍ટ હેઠળ એસ. ઇ. ઝેડ. રાજ્‍ય અને કેન્‍દ્ર સરકાર કે સ્‍વતંત્ર રીતે અથવા કોઈ વ્યવસાયીક એકમ વસ્‍તુઓનું ઉત્‍પાદન કે બહુવિધ સેવાઓ માટે કે બંને માટે અથવા મુક્‍ત વ્‍યાપાર માટે અને ગોદામ-સવલતો ઉભી કરી શકે છે.

વધારે જાણકારી માટે
http://www.gswan.gov.in, Gujarat State Wide Area Network Gujarat Tourism : External website that opens in a new window http://india.gov.in, The National Portal of India https://www.digitalgujarat.gov.in/, Digital Gujarat

gujaratindiagujaratindia