www.gujaratindia.com - Official Portal of Gujarat Government

રાજ્યની
રૂપરેખા

State Profile
મુખપૃષ્ઠરાજ્યની રૂપરેખાશાસન - વિવરણ

શાસન - વિવરણ

ગુજરાત - એક ઝલકમાં
પહેલી મે, ૧૯૬૦ ના રોજ મુંબઇ રાજ્યમાંથી પશ્ચિમી વિભાગના ૧૭ જિલ્‍લાઓ અલગ કરી ગુજરાત રાજ્યની રચના થઇ.
ભારતના પશ્ચિમી દરિયા કાંઠે આવેલા ગુજરાતને ૧૬૦૦ કિ.મી. નો દરિયાઇ સીમા છે જે દેશની સૌથી લાંબી દરિયાઇ સીમા છે.
ગુજરાત પશ્ચિમે અને ઉ. પશ્ચિમે અરબી સમુદ્ર સાથે જોડાયેલું છે. જ્યારે ઉત્તરમાં પાકિસ્‍તાન સાથે તેની સીમા જોડાયેલી છે.
જનસંખ્‍યા અંદાજીત પાંચ કરોડ સિત્તેર લાખ છે જે સમગ્ર ભારત વર્ષની કુલ જનસંખ્‍યાના પાંચ ટકા થાય છે અને વિસ્‍તારની દ્રષ્‍ટિએ ભારતના કુલ વિસ્‍તારના છઠ્ઠા ભાગની થાય છે જે ૧,૯૬,૦૨૪ ચોરસ કિ.મી.નો વિસ્‍તાર ગુજરાત ધરાવે છે.
ગુજરાત ઉત્તર-પૂર્વમાં રાજસ્‍થાન, પૂર્વમાં મહારાષ્‍ટ્ર અને દક્ષિણ દિશામાં ગુજરાત જોડાયેલું છે.
ગુજરાત રાજ્યની રાજધાની ગાંધીનગર જે રાજ્યની આર્થિક રાજધાની અમદાવાદ ઘણી નજીક આવેલી છે.
રાજ્યમાં ત્રણે ઋતુઓ શિયાળો, ઉનાળો અને ચોમાસું તેના ખૂબ મિજાજમાં અનુભવાય છે.
રાજ્ય 33
(વર્ષ ૨૦૦૭ માં સુરત જિલ્‍લામાંથી અમુક પ્રદેશ છૂટો કરી તાપી જિલ્‍લો બનાવાયો. વ્‍યારા એ તાપી જિલ્‍લાનું વડુમથક બનાવાયું. વ્‍યારા, સોનગઢ, વાલોડ, ઉચ્‍છલ અને નિઝર એમ પાંચ તાલુકાને ભેગા કરી તાપી જિલ્‍લાની રચના કરવામાં આવી.)

સામાજીક - આર્થિક રૂપરેખા
વર્ષ ૨૦૦૧ ની વસતી : ગણતરીના પ્રમાણ મુજબ ગુજરાતની જનસંખ્‍યા ૫૦,૬૦૧,૦૧૭ છે. રાજ્યની સત્તાવાર અને મૂળ ભાષા ગુજરાતી છે. રાજ્યની જનસંખ્‍યાના ૮૯.૧ ટકા લોકો હિન્‍દુ છે. ૯.૧ % લોકો મુસ્‍લિમ, જૈન ૧.૦ %, શિખ ૦.૧ % વસતી ધરાવે છે. રાજ્યની કુલ જનસંખ્‍યાના ૩૭.૩૬ ટકા લોકો ગ્રામીણ વિસ્‍તારમાં રહે છે.

શાસન - હકીકત
જનસંખ્‍યા ગીચતા પ્રતિ ચોરસ કિ.મી. ૨૫૧ ની જનસંખ્‍યા
ગ્રામીણ જનસંખ્‍યા ૬૨.૬૪ %
શહેરી જનસંખ્‍યા ૩૭.૩૬ %
દશાબ્‍દી વિકાસ દર ૨૨.૬૬ % (૧૯૯૨-૨૦૦૧)
જન્‍મદર ૨૩.૫ (૨૦૦૬)
મૃત્‍યુદર ૭.૩ (૨૦૦૬)
વિકાસદર ૧૬.૬ (૨૦૦૫)
જાતિ દર ૧૦૦૦ પુરુષે (૨૦૦૨ થી ૨૦૦૧)
અસરકારક સાક્ષરતાની ટકાવારી ૬૯.૧૪ % (૨૦૦૧)
http://www.gswan.gov.in, Gujarat State Wide Area Network http://vibrantgujarat.com/, Vibrant Gujarat Gujarat Tourism : External website that opens in a new window http://india.gov.in, The National Portal of India https://www.digitalgujarat.gov.in/, Digital Gujarat

gujaratindiagujaratindia